ખબર

આ વ્યક્તિએ ગરીબ બાળકોને હોટલમાં કરાવ્યું ભોજન, બિલ જોઈને તમે પણ હેરાન રહી જશો

આ ભાઈએ ભૂખ્યા બાળકોને ખવરાવ્યું રેસ્ટોરન્ટ માં ખાવાનું, બિલ જોઈને તમારી આંખમાં પણ આવી જશે આંસુ

આપણા દિલમાં જ્યાં સુધી માનવતા જીવે છે ત્યાં સુધી દુનિયામાં ઘણા લોકો આપણા કારણે જ ખુશ છે અને ખુશી વહેંચવી કોઈ સાધારણ મનુષ્યનું કામ નથી, ખુશી વહેંચવા માટે પણ હૈયું દિલદાર હોવું જોઈએ, એવું નથી કે માત્ર પૈસા આપીને જ કોઈને ખુશ કરી શકાય છે એક નાનું અમથું હાસ્ય પણ કોઈની ખુશીનું કારણ બની જતી હોય છે. આવો જ એક પ્રંસગ કેરળના મલ્લાપુરમમાં સામે આવ્યો જેનાથી આખો દેશ આ માનવતાના કાર્ય માટે વાહ વાહ કરી રહ્યો છે.

કેરળના મલ્લાપુરમમાં આવેલા સબરીના રેસ્ટોરન્ટમાં એક યુવક અખિલેશકુમાર રાત્રે પોતાનું કામ પૂર્ણ કરી જમવા માટે જાય છે, પોતાના જમવાની થાળી સામે આવતા કોળિયો લઈ મોમાં મુકતા જોયું કે રેસ્ટોરન્ટની બહાર બે બાળકો તેના સામે તાકી રહ્યા હતા.

એ બંને બાળકોને ઈશારાથી અખિલેશે હોટલની અંદર બોલાવ્યા, જેમાં એક છોકરો પોતાની બહેન સાથે આવ્યો. બંને બાળકોને ટેબલ ઉપર બેસાડી અખિલેશે તમને પૂછ્યું: “શું ખાશો?” ત્યારે એ બંને બાળકો કઈ બોલી ના શક્યા પરંતુ ઈશારા દ્વારા અખિલેશની થાળી તરફ ઈશારો કર્યો. અખિલેશે બંને માટે જમવાની થાળી મંગાવી બાળકોને હાથ ધોવા માટે કહ્યું.

બંને બાળકો પેટ ભરીને જમ્યા, જમીને જતી વખતે બંને બાળકોએ અખિલેશ સામે જોઈને એક મીઠું હાસ્ય આપ્યું. આ હાસ્ય જોઈને અખિલેશ પણ ખુબ જ ખુશ થયો તેને હોટેલના વેઈટર પાસે બિલ મંગાવ્યું તો બિલમાં જે લખ્યું હતું તેને જોઈને અખિલેશ એકદમ હેરાન રહી ગયો.

આવું બિલ અખિલેશે આજ પહેલા ક્યારેય નહોતું જોયું, ના આપણે પણ ક્યારેય આવું બિલ જોયું હશે, બિલમાં કોઈ રકમ નહોતી પણ એક સંદેશ જરૂર લખેલો હતો. “અમારી પાસે કોઈ એવું મશીન નથી જે માનવતાનું બિલ બનાવી શકે! ખુશ રહો.” આ વાંચીને અખિલેશ એકદમ ભાવુક થઇ ગયો તેને બિલનો ફોટો લઇ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પણ પોસ્ટ કર્યો.

આ હોટેલ સી નારાયણન નામના વ્યક્તિની છે અને અખિલેશ દુબઈની એક કંપનીમાં કામ કરે છે. ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, અષિલેશે સ્વીકાર કર્યો કે, બિલ ફર્જી હતુ પરંતુ કહાની નહિ. તેમણે કહ્યુ કે, વર્ષ 2013માં ઘટના બની હતી અને તેમણે તેને લખી લીધી હતી.

પરંતુ તેને જાન્યુઆરીમાં ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી. તેમણે બિલ ખોઇ દીધુ હતુ અને તાત્કાલિક કૌશિયરે તેમને નકલી બિલ પર પંક્તિ લખી આપી હતી. ઘરે જતા સમયે તેમણે બસ તે હોટલથી બિલ ગુગલ કર્યુ અને પોતે સંદેશ લખ્યો.