ખબર

જામનગરમાં સમય સુચકતા વાપરતા તક્ષશિલા જેવી ઘટના સર્જાતા રહી ગઈ, દૃશ્યો જોઈને તમે પણ હચમચી ઉઠશો

થોડા સમય પહેલા જ સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં થયેલી ઘટનામાં ઘણા બાળકો હોમાઈ ગયા, હજુ પણ એ ભૂલકાઓની ચિચિયારીઓ કાનોમાં સંભળાય છે, ઊંચી બિલ્ડીંગ ઉપરથી કુદકા મારતા એ બાળકોંને યાદ કરતા આજે પણ કાળજું કંઉ ઉઠે છે ત્યારે આજે જામનગરમાં પણ એવી જ એક ઘટના બનવા જઈ રહી હતી પરંતુ સમય સૂચકતા વાપરતા આ ઘટનામાં કોઈ જાણ હાનિ થઈ નહોતી.

Image Source

જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે આવેલા રાધેકૃષ્ણ એવન્યુ કોમ્પ્લેક્સના પહેલા માળે ડો.બત્રા હોમિયાઓપેથિક ક્લિનિકમાં કોઈ અગમ્ય કારણો સાર આગ ફાટી નીકળી હતી, અને આગે થોડી જ વારમાં પોતાનું વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું, આ દવાખાનાની બાજુમાં જ ગ્રેવિટી ટ્યૂશન ક્લાસીસ ચાલી રહ્યા હતા, જ્યાં ઘણા જ બાળકો અભ્યાસ માટે આવેલા હતા. આગ લગતા જ આ બધા જ બાળકો ગભરાઈ ગયા હતા, બહાર નીકળવાનો કોઈ માર્ગ પણ નહોતો મળતો પરંતુ સમય સુચકતા વાપરી અને પહેલા માળની બાલ્કનીમાંથી તે તમામ બાળકોને નીચે ઉતારવામાં આવ્યા હતા જેના કારણે આ દુર્ઘટનામાં બાળકોનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની પણ થઈ નહોતી.

જામનગર એલ.સી.બીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અજયસિંહ  ઝાલા જયારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તેમને બાળકોનો રડવાનો અવાજ સાંભળ્યો અને અને તેઓ બાળકોને બચાવવા માટે દુકાનના છાપરા ઉપર ચઢી ગયા હતા સાથે આસપાસના દુકાનદારો પણ મદદ માટે આવી પહોંચ્યા હતા જેના કારણે તમે બાળકોનો આબાદ બચાવ થયો હતો.

જુઓ ઘટનાનો વિડિઓ: