ફિલ્મી દુનિયા

પ્રિયંકાથી લઈ દીપિકા, અનુષ્કાની અભિનેત્રીઓ ચોધાર આંસુએ રડી, આ દિગ્ગજનું મૃત્યુ થયું…જાણો વિગત

ફેશન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ વેંડેલ રોડ્રિક્સ 59 વર્ષની ઉંમરમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જાણકારી અનુસાર, તેમને પોતાના ગોવાવાળા ઘરમાં જ હાર્ટએટેક આવી ગયો અને તેમને દમ તોડી દીધો. એવામાં તેમના ચાહકો સહીત બોલિવૂડ સેલેબ્સ અને મોડેલ્સએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોડેલિંગ અને ફિલ્મની દુનિયાના ઘણા લોકોએ પોતાના અને વેંડેલના સંબંધો વિશે વાત કરતા પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, અર્જુન રામપાલ, નેહા ધૂપિયા, સોફી ચૌધરી, ડાયના પેન્ટી, ઈશા ગુપ્તા સહીત અન્ય ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમની સાથેની એક તસ્વીર શેર કરીને અને લખ્યું – ‘ફેશનના માસ્ટર… ભગવાન તમને શાંતિ આપે અમારા પ્યારા વેંડેલ… હું પહેલા બેસીને ખૂબ જ રડી અને પછી એકલામાં બેસીને તમારી સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીને ખૂબ જ હસી…’

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અનુષ્કા શર્માએ પણ તેમની સાથેની એક તસ્વીર શેર કરીને કહ્યું – હું ન્યુઝીલેન્ડમાં વેન્ડેલના જવાની ખબર સાથે ઉઠી. એ ફેશનના સૌથી આઇકોનિક અને અસલી ડિઝાઈનરમાંથી એક હતા અને LGBT રાઈટ્સના ચેમ્પિયન હતા. તેમને મને મુંબઈમાં પોતાના ફેશન વીકની શો સ્ટોપર બનવાની તક આપી હતી. એમના જ કારણે મને માત્ર 18 વર્ષની ઉંમરમાં બેંગ્લોરથી મુંબઈ આવીને મોડેલિંગ કરવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે વેંડેલ.

 

View this post on Instagram

 

A post shared by Arjun (@rampal72) on

અનુષ્કા અને મલાઈકા સિવાય ડાયના પેન્ટી અને અર્જુન રામપાલ સહીત અન્ય સિતારાઓએ પણ તેમના વિશે પોસ્ટ લખીને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. બોલિવૂડની સાથે સાથે ફેશન ઇન્ડસ્ટ્રીના ડિઝાઈનર પણ વેન્ડેલના જવાથી આઘાતમાં છે. આ સિવાય તેમના ચાહકોને પણ આ ખબરથી ઝટકો લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta🌎 (@egupta) on

તેમના વિશે કેટલીક વાતો કરીએ – વેંડેલ રોડ્રિક્સને માત્ર ફેશન ડિઝાઈનર કહેવું ખોટું રહેશે, કારણ કે તેમને પોતાની કારકિર્દીની શરૂઆત હોટલ મેનેજમેન્ટથી કરી હતી.

એ પછી તેમને ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો. તેઓએ પોતાના હોમસ્ટેટ ગોવા માટે કામ કર્યું, પર્યાવરણવિદ્દ રહયા, પુસ્તકો લખ્યા, LGBTQ કોમ્યુનિટીના સારા માટે ઘણું યોગદાન આપ્યું. કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Evelyn Sharma (@evelyn_sharma) on

તેમનો જન્મ 1960માં ગોવાના કેથલિક પરિવારમાં થયો હતો. મુંબઈથી ભણ્યા અને હોટલ મેનેજમેન્ટ કર્યું. એ પછી તેઓને મસ્ક્ત નોકરી લાગી ગઈ, જ્યા તેઓ ઓમાન પોલીસ ઓફિસર્સ ક્લબના કેટરિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા.

એ પછી તેમને પોતાના પગારમાંથી બચત કરીને પેરિસ અને લોસ એન્જેલિસ જેવી જગ્યાઓ પર ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Diana Penty (@dianapenty) on

અભ્યાસ પૂરો કરીને ભારત આવતા જ ભારતના માર્કેટમાં તહેલકો મચાવી દીધો. ઇકો-ફ્રેન્ડલી કપડાંનું ચલણ પણ ભારતીય બજારોમાં તેઓ જ લઈને આવ્યા. તેઓ લેકમે ફેશન વીક સાથે જોડાયેલા રહયા હતા.

તેમને ફેશન સ્ટાઇલ અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવેલા કપડાને કારણે તેમની ખ્યાતિ વિદેશોમાં પણ હતી. તેઓ પહેલા ભારતીય ડિઝાઈનર હતા કે જેમને વિશ્વની સૌથી પ્રસિદ્ધ ક્લોથીંગ ઇવેન્ટમાં બોલાવવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

તેઓ ગે હતા, અને તેમને પોતાના પરિવારની નારાજગીનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમને LGBTQ વિશે લોકોને જાગરૂક કરવાનું કામ કર્યું. 2014માં વેંડેલને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

દીપિકા પાદુકોણના મોડેલિંગ અને એક્ટિંગ કરિયરનો શ્રેય પણ તેમને જાય છે. તેમને જ દીપિકાને મોલમાં જોઈને કહેલું કે તેને મોડેલ બનવું જોઈએ. આ પછી દીપિકાએ મોડેલિંગ શરુ કરી અને વેંડેલ સાથે કામ કરવા લાગી.

અને ફરાહ ખાનને જયારે એક નવા ચહેરાની તલાશ હતી ત્યારે પણ વેંડેલે દીપિકાનું નામ જ જણાવ્યું હતું ના એએ રીતે દીપિકાને ઓમ શાંતિ ઓમ ફિલ્મ મળી હતી. માત્ર દીપિકા જ નહિ પણ અનુષ્કાને પણ વેંડેલની જ ખોજ માનવામાં આવે છે.

તેમને ત્રણ પુસ્તકો પણ લખી હતી – મોડા ગોવા, ધ ગ્રીન રૂમ, અને પૉસ્કૅમ. વેંડેલ પોતાના પાર્ટનર સાથે ગોવામાં જ રહેતા હતા. તેઓ પોતાના 450 વર્ષ જુના ગોવાના પારંપરિક વિલામાં રહેતા હતા.

તેઓ અહીં કોસ્ચ્યુમ મ્યુઝિયમ ખોલવા પર કામ કરી રહયા હતા.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.