ખબર

પંજાબમાં કિસાનોએ તોડયા 1400થી વધુ મોબાઈલ ટાવર : લડાઈ એમએસપીની ટાવરનો શું વાંક?

કૃષિ બિલના વિરોધમાં દિલ્લીમાં ધરણા પર બેસેલા ખેડૂતોના સમર્થનમાં લોકો આગળ આવવા લાગ્યા છે. નવા કૃષિ બિલ વિરુદ્ધ કિસાન આંદોલન ઉગ્ર બનવા લાગ્યું છે. આ વચ્ચે પંજાબના ઘણા વિસ્તારમાં ખેડૂતોએ મોબાઈલના ટાવર તોડવાના મામલા સામે આવી રહ્યા છે. અંબાણી અને અદાણીના વિરોધમાં પંજાબની ઘણી જગ્યાઓ પર રિલાયન્સ જીઓના ટાવરને નુકસાન પહોચાડ્યું છે. જેનાથી દૂરસંચાર સંપર્ક વ્યવસ્થા પર અસર પડી છે. અત્યાર સુધી 1411 ટાવર તોડયા છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહની અપીલ બાદ પણ કોઈ ખાસ અસર થઇ નથી.

Image source

પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે, ટાવરને કોઈ પણ કિંમત પર લગાડવામાં નહીં આવે. આ દરમિયાન કંપનીના કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઇ હતી. જણાવી દઈએ કે, કિસાન આંદોલનનો આજે 27મો દિવસ છે. ખેડૂતોની માંગ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ સુધાર બિલને રદ કરવામાં આવે. પંજાબ સહીત દેશના ઘણા શહેરમાં મોટી-મોટી કોર્પોરેટ કંપનીઓ વિરોધ ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. જે પાછળનું કારણ કૃષિ સુધાર બિલ બતાવવામાં આવી રહ્યું છે.

Image source

એક સૂત્રએ જણાવ્યું હતું કે, પંજાબના વિવિધ સ્થાન પર દુરસંચાર ટાવરને નુકસાન પહોંચાડવાની સૂચના છે. તેને જણાવ્યું હતું કે, જે મોબાઈલ ટાવરને નુકસાન પહોચાડ્યું છે તે પૈકી વધુ જીઓના ટાવર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, હુમલાઓની અસર સેવાઓ પર પડી રહી છે.