મનોરંજન

ફિલ્મોના બાઇક સ્ટંટ જોઈને ક્યારેય મૂર્ખ ન બનો આ રીતે શૂટિંગ થાય છે, જુઓ આ તસવીરો

આ 7 તસવીરોમાં બૉલીવુડ એક્ટરના ચાહકો બની ગયા ‘ઉલ્લુ’ , એમને લાગ્યું કે શૂટિંગ પણ ઓરીજનલ એક્ટર કરતા હશે…જુઓ: બૉલીવુડ કે હોલીવુડ ફિલ્મોના ચાહકો ફિલ્મમાં બતાવેલ સ્ટંટ્સ જોઈ અને અસલ જીવનમાં પણ એવા સ્ટંટ્સ કરવાની કોશિશ કરતા હોય છે.

Image Source

આ લોકોને જણાવી દઈએ કે ક્યારેય પણ આવી ફિલ્મોના સ્ટંટ્સ જોઈ બેવકૂફ બનવું ન જોઈએ.ફિલ્મોમાં બતાવેલ સ્ટંટ્સ ફક્ત પડદામાં બતાવવામાં આવતું એક શૂટિંગ હોય છે. આ સ્ટંટ ફક્ત જોવામાં મજેદાર લાગતા હોય પણ આ સ્ટંટ ઘણા લોકોની દેખરેખ નીચે ભજવાતા હોય છે. સાથે જ સ્ટંટ ભજવનારની સેફ્ટિનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવતું હોય છે.

Image Source

અને ફિલ્મોમાં દર્શાવેલ અમુક સ્ટંટ કે એક્શન એક બંધ રૂમમાં પણ ભજવી અને વીએફએક્સ ની મદદથી બતાવવામાં આવતા હોય છે. ઘણી વખત ફિલ્મોમાં હીરો દ્વારા ભજવાતા બાઈક સ્ટંટમાં હીરો ખુદ બાઈક ચલાવતો પણ નથી હોતો. અથવાતો ફક્ત બાઈક પર બેસી રહે છે અને બાઇકને ક્રેન અથવાતો બીજી વસ્તુની મદદથી ચલાવવામાં આવે છે.

Image Source

હાલ આવેલ આપણા બાહુબલી પ્રભાસની સૌથી મોંઘી ફિલ્મમાં પ્રભાસ ફક્ત ક્રેન પર ઉભેલ બાઈક પર બેઠો છે.એમાં બતાવેલ સ્ટંટ વાસ્તવમાં એવી રીતે નથી થયો જે રીતે ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે.

Image Source

એ પછી રેસ 3 માં સલમાને ભજવેલ કોઈ સ્ટંટ હોય કે ધૂમ 3 માં આમિરે ભજવેલ કોઈ બાઈક સ્ટંટ. આ સ્ટંટ પડદામાં બતાવેલ ફક્ત એક શૂટિંગ છે એ જોઈ ક્યારેય ઉત્સાહમાં આવી રીઅલ લાઈફમાં ભજવવા નહિ.

Image Source

બોલિવૂડનો ખીલાડી એટ્લે અક્ષય કુમાર. આમ તો તે માર્શલ આર્ટસનો ચેમ્પિયન છે. પરંતુ મૂવીમાં તો તેના ખતરનાક સ્ટંટ તો તેનો બોડીગાર્ડ ડબલ જ કરે છે. ફિલ્મ ચાંદની ચોક ટૂ ચાઇનમાં અક્ષયના બધા જ ખતરનાક સ્ટંટ બોડી ડબલે જ કરેલા હતા. જો કે તેની મૂવીના એક્શન સીન તો તે ખુદ જ કરે છે. પણ સ્ટંટ તે નથી કરી શકતો.

Image Source

બોલિવૂડનો કિંગ એટ્લે શાહરૂખ ખાન. જે હવે એક્શન ફિલ્મો પર પણ ધ્યાન આપી રહ્યા છે. જેમાં ખતરનાક સીન પણ દેખાડવામાં આવી રહ્યા છે. શાહરુખે ફેન મૂવીમાં એક ખતરનાક સ્ટંટ કર્યો હતો. જે તેને બોડી ડબલ પાસે કરાવ્યો હતો. તેમજ ચેન્નઈ એક્સપ્રેસમાં પણ તેના ડુપ્લિકેટને જ લેવામાં આવ્યો હતો.  તો ડોનમાં પણ તેને એક્શનસીન કર્યા હતા.

Image Source

અભિષેક બચ્ચને રાવણના શૂટિંગ દરમિયાન પર્વતના ટોચ ઉપરથી નદીમાં કૂદકો મારતા એક મિનિટ માટે તો બધાના શ્વાસ અઘ્ધર થઇ ગયા હતા. મણીસર તે સમયે ત્યાં હતા.

Image Source

રાનીએ મર્દાની ફિલ્મમાં એક બાઇક પર ગેંગસ્ટરનો પીછો કરી તેની ધોલાઈ પણ કરી હતી. આ માટે તેને ડબલ સ્ટન્ટ કરી લોકોના દિલ જીતી લીધા હતા.