મનોરંજન

10 PHOTOS: ઈશા દેઓલની લાડકી રાધ્યાની બર્થડે પાર્ટીમાં સ્ટારકિડનો મેળાવડો, કરીના-સૈફનો લાડકો દેખાયો કંઈક આવી રીતે

બૉલીવુડન ડ્રિમ ગર્લ હેમા માલિની દોહિત્રી અને એક્ટ્રેસ ઈશા દેઓલની પુત્રી રાધ્યા 2 વર્ષની થઇ ચુકી છે. રવિવારે રાઘ્યાની બર્થડે પાર્ટીનું એક ભવ્ય આયોજન કર્યું હતું.
રાધ્યાના બર્થડે પાર્ટીની થોડી તસ્વીર સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. રાધ્યાની બર્થડે પાર્ટીમાં સ્ટારકિડનો મેળાવડો જામ્યો હતો.
રાધ્યાની બર્થડે પાર્ટી હેમામાલિનીના જુહુ સ્થિત બંગલો ‘અદ્વિતીય’માં રાખવામાં આવી હતી. રાધ્યાની બર્થડે પાર્ટીમાં બોલીવુડના સ્ટાર કિડ્સ પહોંચતા જ લાઇમલાઇટમાં રહ્યા હતા.

એશા તેના પતિ ભરત તખ્તાની અને બન્ને પુત્રીઓ સાથે બેહદ સુંદર લાગી રહી હતી. આ બર્થડે પાર્ટીમાં હેમા માલીની સહીત બોલીવુડના સેલેબ્સ જેવા કે તુષાર કપૂર, સમીરા રેડ્ડી અને અન્ય લોકો ઉમટી પડ્યા હતા.

જે સ્ટારકિડની સૌથી વધુ ચર્ચા થઇ હતી તે હતો સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડકો તૈમુર. તૈમુર રાધ્યાની પાર્ટીમાં ગિફ્ટ લઈને પહોંચ્યો હતો. તો હાથમાં રમકડાં પણ હતા.

આ દરમિયાન તૈમુરે ગુલાબી રંગનો શર્ટ અને જીન્સ પહેર્યું હતું. તૈમુરને લઈને તેની કેરટેકર પહોંચી હતી. તૈમુર કંઈ પણ કરે તે હંમેશા પૈપરાઝીનો ફેવરિટ છે.

થોડા સમય પહેલા જ કરીના કપૂરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તૈમુરની ફોટોગ્રાફર સાથે સારી દોસ્તી છે અને તે કરીના પાસે ફોટો પડાવવાનું પસંદ નથી કરતો.

તૈમુરની બહેન અને સોહા અલી ખાનની પુત્રી ઇનાયા પણ બર્થડે પાર્ટીમાં શામેલ થઇ હતી. ઇનાયાને લઈને સોહા અલી ખાન પહોંચી હતી. આ દરમિયાન ઇનાયાએ ફ્રોક કેરી કર્યું હતું. ઇનાયા ફ્રોકમાં પરી જેવી લાગતી હતી.
રાધ્યાની બર્થડે પાર્ટીમાં તુષાર કપૂર તેના પુત્ર લક્ષ્ય કપૂર પણ નજરે આવ્યો હતો. પરંતુ લક્ષ્ય કેમેરાની સામે કમ્ફર્ટેબલ જોવા મળ્યો ના હતો. લક્ષ્યે આ બર્થડે પાર્ટીમાં બ્લુ જેકેટ અને જીન્સ પહેર્યું હતું.

હેમા માલિનીની પુત્રી અહાના દેઓલ પણ પતિ વૈભવ વહોરા અને પુત્ર ડેરિયન સાથે પહોંચી હતી.

પાર્ટી દરમિયાન હેમા માલિની એશા દેઓલ સાથે ખુશખુશાલ મુદ્રામાં નજરે ચડી હતી.
રાધ્યાની બર્થડે પાર્ટીમાં પ્રજ્ઞા કપૂર તેના પુત્ર શમશેરાને લઈને પહોંચી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.