આપણે જયારે મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ ખરીદીએ છીએ ત્યારે જોયું હશે કે દવાની ગોળી અથવા કેપ્સુલની બાજુમાં ખાલી જગ્યા રાખવામાં આવતી હશે, ઘણા દવાના પેકેટમાં તો પેકેટની સાઈઝ મોટી હશે અને તેમાં ફક્ત એક જ ગોળી હશે, અને ગોળીની આસપાસ ઘણી ખાલી જગ્યા પણ તમને જોવા મળશે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આ ખાલી જગ્યા રાખવા પાછળનું કારણ શું હોઈ શકે? નવાઈનો વાત તો એ છે કે આ ખાલી જગ્યામાં કોઈ દવા નથી હોતી છતાં પણ તેને રાખવામાં આવે છે. ચાલો જાણીએ આજે દવાના પત્તામાં ખાલી રહેલી જગ્યા વિશેનું સાચું કારણ.

આપણે ઘણીવાર જોયું છે કે એક મોટા પત્તાની અંદર આપણને એક જ નાની અમથી ગોળી જોવા મળતી હશે તો તેનું પાછળનું કારણ છે કે પત્તુ મોટું રાખવાના કારણે દવા વિશેની જાણકારી, તેને બનાવવાની તરીકે, એક્સપાયરી ડેટ વગેરે મહત્વની બાબતોની જાણકારી આપી શકાય, આ બધું છાપવા માટે જગ્યાની જરૂર હોય છે અને તેના કારણે એક નાની ગોળી માટે પણ મોટું પત્તુ વાપરવામાં આવે છે.

દવાની આસપાસ દવા મુકવા માટેની જગ્યા બનાવી હોવા છતાં પણ કેટલીક દવાઓમાં તે જગ્યાની ખાલી રાખવામાં આવે છે, તેનું કારણ છે કે દવા એકબીજા સાથે ભળી ના જાય, સાથે જ તેનાથી કેમિકલ રિએક્શન થવાનો ખતરો પણ નથી રહેતો. જો દવાઓની અંદર કેમિકલ રિએક્શન થઇ જાય તો તે બેકાર થઇ જાય છે. પછી તમે એમાંથી કેટલી પણ દવાઓ ખાઈ લો તો તેનાથી કોઈ અસર થતી નથી.
આ ઉપરાંત દવાઓના નુકશાનથી બચવા માટે અને તમે સાચો ડોઝ લઇ શકો તેન માટે પણ આ ખાલી જગ્યા રાખવામાં આવે છે. જો તમને ડોક્ટર અઠવાડિયાની અંદર એક ગોળી ખાવા માટે કહે અને પત્તામાં એક ટેબ્લેટ હોય તો તમારે દવાના અલગ અલગ પત્તાને ખરીદવા પડશે, તેનાથી તમે ડોઝ સાચી રીતે લઇ શકશો અને દવાઓ તેમજ તેના પત્તાની ગણતરી પણ તમે સરળતાથી કરી શકશો.

કેટલીક વસ્તુઓને આપણે રોજ જોવા છતાં પણ નજરઅંદાઝ કરતા હોઈએ છીએ, પરંતુ તેની પાછળ ઘણા જ રોચક તથ્યો છુપાયેલા હોય છે. આજે લોકોને કોઈને કોઈ સામાન્ય બીમારી માટે પણ દવા ખાવાની જરૂર પડે છે, પરંતુ ઘણા જ ઓછા લોકોએ વિચાર્યું હશે કે દવાઓની વચ્ચે આ ખાલી જગ્યા કેમ રાખવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.