આજે અમે તમને એક એવા શાકભાજી વિશે જણાવીશું જે દુનિયાના સૌથી તાકાતવર ઔષધિના રૂપમાં ઓળખવામાં આવે છે. આ શાકમાં એટલી તાકાત હોય છે કે અમુક જ દિવસો તેનું સેવન કરવાથી તમારું શરીર એકદમ સ્વસ્થ બની જશે. આ શાકનું નામ કંટોલા છે અને તેને કંકોડા કે પછી મીઠા કારેલાના રૂપમાં પણ જાણવામાં આવે છે. જો તમે પણ તમારા રોજના ભોજનમાં કંટોલાને સામેલ કરશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થશે.
આ સબ્જી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને જો રોજ ખાશો તો તમારું શરીર તાકાતવર બની જશે. આ સબ્જી માટે એવું પણ કહેવામાં આવે છે કે તેમાં મીટથી પણ વધુ માત્રામાં તાકાત અને પ્રોટીન ઉપલબ્ધ છે. કંટોલામાં હાજર ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્યને વધારવામાં ખુબ જ મદદ કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સબ્જી છે. તે શરીરને સાફ રાખવામાં ખુબ જ સહાયક છે.

જણાવી દઈએ કે કંટોલા ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ભારતીય બજારોમાં જોવા મળે છે. તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે જેને લીધે તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઇ ગઈ છે. મુખ્ય રૂપથી ભારતના પર્વતીય ક્ષેત્રોમાં તેની ખેતી કરવામાં આવે છે. જાણો તેના સ્વાસ્થ્ય લાભ:
કેન્સર:
કંટોલામાં હાજર લ્યુટેન જેવા કેરોટોનોઇડ્સ જુદા-જુદા આંખોના રોગો, હૃદય રોગ અને કેન્સર થવાથી બચાવે છે.
બ્લડપ્રેશર:
કંટોલામાં હાજર મોમોરડીસિન તત્વ અને ફાયબર વધુ માત્રામાં હોય છે જે શરીર માટે રામબાણ છે. મોમોરડીસિન તત્વ એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીડાયાબિટીસ અને એન્ટીસ્ટર્સની જેમ કામ કરે છે અને વજન અને હાઈ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

વજન ઘટાડવા:
કંટોલામાં પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. અને કેલરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંટોલાના શાકનું સેવન કરો છો તો 17 કેલરી મળે છે. જેથી વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
શરદી-ખાંસી:
કંટોલામાં એન્ટી-એલર્જન અને એનાલ્જેસિક શરદી-ખાંસીથી રાહત અપાવે છે એ આને થતા રોકવામાં પણ ઘણા મદદરૂપ થાય છે.
પાચનક્રિયા:
જો તમને કંટોલાનું શાક ન ભાવતું હોય તો અથાણું બનાવીને પણ સેવન કરી શકાય છે. આયુર્વેદમાં ઘણા રોગોના ઈલાજ માટે આને ઔષધિના રૂપમાં વાપરવામાં આવે છે. આ પાચનક્રિયાને સ્વસ્થ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સાપના ઝેરની અસરને માત્ર 5 જ મિનિટમાં બેઅસર કરી દે છે કંટોલા…
વરસાદની ઋતુમાં મોટાભાગે તમે સાંભળ્યું હશે કે ઘરમાં સાપ નીકળવાની ઘટના બનતી રહે છે. એવામાં જો અજાણતા કોઈ સાપ કરડી જાય તો તરત જ આ છોડની મદદ ચોક્કસ લો. આયુર્વેદના અનુસાર સમય રહેતા આ છોડનો ઉપીયોગ કરવાથી વ્યક્તિને સાપના ઝેરથી માત્ર 5 જ મિનિટમાં બચાવી શકાય છે.
સાપના ઝેરને બેઅસર કરવા માટેના આ જાદુઈ છોડનું નામ કંટોલા છે. આ સિવાય તેને કંકોડા કે કટ્રોલના નામથી પણ જાણવામાં આવે છે. આ છોડ મોટાભાગે નરમ જગ્યા પર કાંટાળી જાડીઓમાં ઉગી નીકળે છે.
ખાસ વાત એ છે કે આ છોડ જંગલમાં મળનારો છોડ છે. આ છોડમાં થતા કંટોલાની ટેસ્ટી સબ્જી પણ બનાવી શકાય છે. ગ્રામીણ વિસ્તરામાં તેને મીઠા કારેલાના સ્વરૂપે પણ જાણવામાં આવે છે. આ છોડના ઘણા ઔષધીય ગુણ પણ છે.

કહેવામાં આવે છે કે આ છોડની અંદર દરેક પ્રકારના ઝેરને ખતમ કરવાની શક્તિ હોય છે. તેનો ઉપયોગ કરતા જ અમુક જ મિનિટોમાં ગમે તેવું ઝેરીલું ઝેર પણ ઉતરી જાય છે. આવો તો જાણીએ ઝેર ઉતારવા માટે આ છોડનો કેવી રીતે ઉપીયોગ કરવો.
સૌથી પહેલા કંટોલાના છોડને મૂળમાંથી બહાર કાઢી લો. હવે તેને તડકામાં બેથી ત્રણ દિવસ સુધી સુકવી લો. તેના પછી આ સુકાયેલા મૂળને કાપીને તેનો પાઉડર તૈયાર કરી લો. સાપના કરડવા પર વ્યક્તિને એક ચમચી કંટોલાના મૂળનો બનાવેલો આ પાઉડર દૂધની સાથે મિક્સ કરીને પીઓ. માત્ર પાંચ જ મિનિટમાં ઝેરની અસર ખતમ થઇ જશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks