રાજસ્થાનનો એક યુવક MG હેકટર કારથી બહુજ નારાજ છે. આ યુવક આ ગાડીથી એટલો બધો નારાજ છે કે તેને એક અજીબો-ગરીબ રીતે વિરોધ નોંધાવ્યો છે. કાર પર અનોખા પોસ્ટર લગાવીને વિરોધ કર્યો છે.
રાજસ્થાનના જયપુરમાં રહેતા વિશાલ પંચોલીએ એમજી હેકટર ખરીદી હતી. પરંતુ આ કારના ક્લચમાં કંઈક વાંધો હોય તેને વારંવાર કંપનીમાં ફરિયાદ કરી હતી. પરંતુ કંઈ નિરાકરણ આવ્યું ના હતું. વિશાલની ફરિયાદ પર ધ્યાન ના દેવાને બદલે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

જે બાદ વિશાલે ફેંસલો કર્યો હતો કે, એમજી હેકટર ગાડીને ગધેડા પાસે ખેંચાવી હતી. ડીલરશીપની સામે આ કારને ગધેડા તેની ખેંચાવી વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના 3 ડિસેમ્બરની છે. જયારે ગધેડો થાકી ગયો ત્યારે તેને ડેકીમાં બેસાડી દીધો હતો.
વિશાલે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જ આ કાર ખરીદી હતી. આ કાર હજુ સુધી 1500 કિલોમીટર જ ચાલી હોય તેમાં ખરાબી થઇ ગઈ હતી. આ વાતની ફરિયાદ તેને શો રૂમ પર કરવામાં આવી હતી. પરંતુ શો રૂમવાળા લોકોએ આ કારને ઠીક કરવાથી મનાઈ કરી દીધી હતી. શોરૂમ વાળાએ કહ્યું હતું કે, કારના માલિકે સારી રીતે વપરાશ ના કરતા તેના કારણે ખરાબ થઇ છે.

વિશાલએ શોરૂમ વાળા લોકોને વારંવાર રીપેર કરવા માટે કહ્યું હતું. પરંતુ શો રૂમ વાળા લોકોએ તેને મારવાની ધમકી આપી હતી. આ બાદ વિશાલે આ કરવાનું વિચાર્યું હતું.
એમજી મોટર્સએ આ મામલે કહ્યું છે કે, ગ્રાહકોને સારી સર્વિસ આપવીએ કંપનીની જવાબદારી છે. જણાવી દઈએએ કે, એમજી હેકટરને આ વર્ષ જ જૂનમાં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી 13 હજાર ગાડી વેચાઈ ચુકી છે. આ સાથે જ 30 હજારનું પ્રિ બુકીંગ થઇ ચૂક્યું છે.

કાર કંપનીએ કહ્યું હતું કે,આ બધા આરોપો ખોટા છે. આ સાથે જ કંપનીએ કહ્યું હતું કે, કંપનીની છબી ખરાબ કરવા પર કારમાલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.