હેલ્થ

શું તમને પણ બેહદ ગુસ્સો આવે છે? તો આ 5 ટિપ્સ અપનાવો

એ તો સાંભળ્યું જ હશે કે ગુસ્સાને વ્યક્તિનો સૌથી મોટો શત્રુ કહેવાય છે. તેમ છતાં ઘણી વખત આપણો આપણા ગુસ્સા પર જરા પણ કંટ્રોલ નથી રહેતો. ઘણી વખત આપણે સમજમાં નથી આવતું કે આપણે કઈ વાત પર ગુસ્સો આવી રહ્યો છે. અને ઘણી વખત આપણે કોઈ બીજી વાત કે વ્યક્તિનો ગુસ્સો ત્રીજી જ કોઈ વ્યક્તિ પર ઠાલવી દઈએ છીએ.

image source

એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ ગુસ્સા દરમિયાન મગજના પેટર્નને સમજવવાની કોશિશ કરી છે. એમાં એ વાત સામે આવી છે કે જો આપણે આપણી સમસ્યા કે એ વાતને જેમના પર આપણે ગુસ્સો આવે છે તેને મગજથી થોડી દૂર કરી નાખીએ તો આપમેળે આપણો મૂડ ઠીક થઇ જાય અને મગજને થોડી શાંતિ પણ મળે છે.

ઘણી વખત આપણે આટલો ગુસ્સો આવી જતો હોય છે કે એ સમયે આપણે સમજમાં નથી આવતું કે આપણે શું કરવું જોઈએ. તો ચાલો અમે આજે તમને થોડી એવી જ થોડી સામાન્ય ટિપ્સ આપીએ જેના દ્વારા તમે તમારા ગુસ્સાને કંટ્રોલ કરી શકશો.

image source

ત્રણ વખત લાંબા શ્વાસ લો

વાંચવામાં તમને આ ખુબ જ જૂનો અને વિચિત્ર ઉપાય લાગી રહ્યો હશે. પણ આ ખરેખર એક ખુબ સારો અને અસરદાર ઉપાય છે. જો તમને ગુસ્સો આવી રહ્યો હોય તો એ સમયે તમારું આખું શરીર ટેન્શનમાં આવી જતું હોય છે. એવા સમયે લાંબા અને ઊંડા શ્વાસ લેવાથી સારું લાગશે અને અંદરનો ગુસ્સો પણ જલ્દી શાંત થઇ જશે. ખરાબ મૂડ અને ગુસ્સાને શાંત કરવાનો સૌથી સરળ ઉપાય છે આ.

image source

પોતાને જ ચીમટી ભરવી

હા, આ પણ વાંચીને અજીબ લાગ્યું હશે, પણ આ ઉપાય ખુબ જ સાચો અને સારો છે. જયારે ખુબ જ ગુસ્સો આવે અને મગજમાં તણાવ અનુભવાય ત્યારે આપણે આપણી જાતને ચીમટી ભરવી જોઈએ. અથવાતો કોઈ વખત આપણો મગજ ખોટા ઊંડા વીચારોએ ચઢી જાય ત્યારે આ ઉપાય કરવો જોઈએ. એવું કરવાથી સહેલાયથી તમારું ધ્યાન બીજી તરફ ચાલ્યું જશે અને તમારો ગુસ્સો શાંત થઇ જશે.

image source

પોતાની જાત પરથી કાબુ ન ગુમાવો

જેમનો પોતાના ગુસ્સા પર કાબુ નથી રહેતો તેમને થોડું વિચારવું જોઈએ. ગુસ્સામાં પોતાની જાત પરથી કાબુ ખોઈ દઈને ગમે તેવું આડું-અવળું એક્શન લઈને કે બોલી દેવાથી આપણે આપણી જાતને જ બીજા સામે ખરાબ દેખાડીએ છીએ. તમને ગુસ્સો આવે ત્યારે શાંત રહેતા શીખવું જોઈએ. તુરંત ગુસ્સાને આપણા પર હાવી ન થવા દેવો જોઈએ.ગુસ્સો આવ્યા બાદ તુરંત કશું બોલવું ન જોઈએ પણ શાંત રહીને વિચારીને બોલવું જોઈએ. જે થઇ રહ્યું છે એના પર 3 થી 4 વખત વિચારવું જોઈએ તેનાથી આપણું મન શાંત થઇ જશે.

image source

વોક માટે જવું જોઈએ

જયારે પણ અનહદ ગુસ્સો આવે અને એવું લાગે કે કાંઈ બોલ્યા પહેલા કે એક્શન લીધા પહેલા વિચારવું જોઈએ ત્યારે બધું છોડી અને વોક માટે ચાલ્યું જવું જોઈએ. આપણી કે બીજા કોઈની પણ ભૂલ હોય કે જે કાંઈ પણ પરેશાની હોય બધું છોડીને ખુલ્લી હવામાં 5 થી 10 મિનિટ વોક માટે ચાલ્યું જવું જોઈએ. અથવા તો યોગા પણ કરી શકો છો. એનાથી પણ તમારું મન શાંત થઇ જશે.

એ સિવાય તમે તમને ગમતી વસ્તુ જેવી કે ડાન્સ અથવા તો જોર જોરથી ગીતો ગાઈને પણ તમારો ગુસ્સો તમે શાંત કરી શકો છો.

image source

સમસ્યાને જાણો

તમે જયારે પણ એકલા બેઠા હોઉં અને તમારો મગજ શાંત હોય એ સમયે તમે તમારી સમસ્યાને જાણવાની કોશિશ કરો. કોઈને બીજાના ઊંચા અવાજથી ગુસ્સો આવતો હોય તો કોઈને સામેવાળી વ્યક્તિની નાની-નાની ભૂલો પર ગુસ્સો આવતો હોય છે. તમેને કઈ વાત પર સૌથી વધુ ગુસ્સો આવે છે એ જાણો અને ત્યારબાદ તમારા એ ગુસ્સાને કંટ્રોલ કરવાની કોશિશ કરો. જો તમને સમજમાં નથી આવતું કે તમારો ગુસ્સો કેવી રીતે કંટ્રોલ કરવો જોઈએ તો તમે તમારા મિત્રો કે સંબંધીઓ સાથે વાત કરી અને જાણી શકો છો.

આવી સામાન્ય રીતો તમારા ગુસ્સાને કંટ્રોલ કરવામાં થોડી મદદ કરશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.