ખબર

કોરોનાના આ 5 લક્ષણો દેખાય તો સહજ પણ રાહ જોવા ના રહેતા, તરત જ પહોંચી જાવ હોસ્પિટલ

કોરોનાની બીજી લહેર સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહી છે, ત્યારે ઘણા લોકો સામાન્ય લક્ષણો દેખાતા જ એવું માની બેસે છે કે તેમને કોરોના છે. ઘણા લોકો ગંભીર લક્ષણો હોવા છતાં પણ હોસ્પિટલ જવું કે ના જવું એ વાતને લઈને મુંઝવણમાં હોય છે. ત્યારે આજે અમે તમને એવા 5 લક્ષણો જણાવીશું જે તમે માલુમ પડે તો સહેજ પણ રાહ જોયા વિના હોસ્પિટલ પહોંચી જવામાં જ ભલાઈ છે.

1. શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ થવી:
જો તમને શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ અથવા તો છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હોય તો તે કોરોના સંક્ર્મણના ખતરનાક લક્ષણોમાનું એક છે. કોરોના વાયરસ એક રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે જે આપણા ફેફસા ઉપર અસર કરે છે. વાયરસનો હુમલો જયારે ફેફસા ઉપર થાય છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે હ્ચે અને તેનાથી જીવનો ખતરો વધી જાય છે.

2. ઓક્સિજન લેવલ ઓછું થઇ જવું:
કોરોના સંક્રમિત થવાના કારણે ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઇ જાય છે. જેના કારણે કોરોના સંક્રમિત દર્દીના ફેફસાના એરબેગમાં ફ્લૂડ ભરાઈ જાય છે. જેના કારણે ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થવા લાગે છે. એવામાં દર્દીને તરત હોસ્પિટલમાં દાખલ કરી દેવા જોઈએ.

3. બેભાન થવું અથવા બ્રેન ફંક્શનમાં તકલીફ આવવી:
કોરોના વાયરસનો નવી સ્ત્રેણ સીધો બ્રેન ઉપર જ હુમલો કરે છે. ઘણા દર્દીઓ કોરોના વાયરસના બ્રેન ફંક્શન અને નર્વ્સ સિસ્ટમ ને પ્રભાવિત કરે છે. જેના કારણે દર્દીઓમાં આળશ, બેચેની અને બેભાન થવા જેવા લક્ષણો દેખાવવા લાગે છે. જો વાત કરતા સમયે તમને મુશ્કેલી અનુભવાઈ રહી છે તો તેને સરળતાથી ના લેવી અને હોસ્પિટલમાં બતાવી આવવું.

4. છાતીમાં દુ:ખાવો થવો:
કોરોના વાયરસનો હુમલો સીધો જ ફેફસા ઉપર થાય છે.જેના કારણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ રહે છે. સાર્સ- કોવ2ના અનેક કેસમાં ફેફસાની મ્યૂકોસલ લાઈનિંગ પર એટેક કરે છે અને તેના કારણે છાતીના  દુઃખાવો અને બળતરા પણ અનુભવાય છે. આવી તકલીફ થવા ઉપર તરત હોસ્પિટલમાં જવું જોઈએ.

5. હોઠ ભૂરા થઇ જવા:
કોરોના સંક્રમિત દર્દીના હોઠ અને ચહેરા ઉપર ભૂરાશ આવી જાય છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઇ ગયું છે. જેને મેડિકલ ભાષામાં હાઇપોક્સીયા કહેવામાં આવે છે. હાઇપોક્સીયામાં આપણા ટિશ્યુઝને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળી શકતું. જેના કારણે બોડી યોગ્ય રીતે ફંક્શન નથી કરી શક્તિ અને ચહેરા તેમજ હોઠ ઉપર ભૂરા નિશાન બનવા લાગે છે.