દિવાળી સ્પેશિયલ રેસિપી : ઘરે જ બનાવો બજાર જેવી જ પરફેક્ટ નાનખટાઈ

નાનખટાઈ એ ભારતીય મીઠાઈ છે, જે ખાસ કરીને દિવાળીના તહેવાર પર બનાવવામાં આવે છે. એવું કહી શકાય કે કૂકીઝનું ભારતીય વર્ઝન એટલે નાનખટાઈ. નાનખટાઈ સાંભળવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી જ એ ખાવામાં પણ હોય છે. એવું કહી શકાય કે ઇચ્છવા છતાં પણ તેનો સ્વાદ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. એની માટે તો જાતે જ બનાવીને ખાવી પડે. બજારમાં નાનખટાઈ મળી તો જાય પણ એ સ્વાસ્થ્યપ્રદ ન પણ હોય એટલે આ દિવાળી નાનખટાઈ ઘરે જ બનાવો આ રીતથી –

સામગ્રી:

  • ઘી 1/2 કપ (250 ગ્રામ )
  • દળેલી ખાંડ 3/4 કપ (125 ગ્રામ )
  • મેંદો 1 કપ
  • રવો 2 ચમચી
  • બેસન 2 ચમચી
  • ઈલાયચી પાવડર 1/4 ચમચી
  • બેકિંગ સોડા 1/2 ચમચી
  • બેકિંગ કરવા માટે મીઠુ 1 કપ
  • ડ્રાયફ્રૂટના ઝીણા ટુકડા 3/4 ચમચી

રીત: 

સૌપ્રથમ એક બૉઉલ લઇ લો એમાં ઘી એડ કરો પછી ખાંડ એડ કરી મિક્સ કરી લોબરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બેસન ચાળીને એડ કરો પછી મેંદો પણ એવી જ રીતે એડ કરો અને પછી રવો એડ કરો મિક્સ કરી લો, પછી એમાં એલચી પાવડર અને બેકિંગ સોડા એડ કરી મિક્સ કરી લોટ બાંધી લો.પાણી વાપરવાનું નથી. પાણી વગર લોટ બાંધો નરમ બંધાશે પણ એવો જ બાંધવાનો છેપછી નાનખટાઈના સેપમાં વાળી લો પછી એના ઉપર ચપ્પા વડે ચિરા પાડી લો

અને ડ્રાયફ્રૂટ અથવા તો પિસ્તા તમને જે ફાવે એ ઉપર લગાવી દોઅને હવે એક કઢાઈ લઇ લો એમાં મીઠુ એડ કરો એના ઉપર સ્ટેન્ડ મુકોઅને એક પ્લેટમાં ઘી ગ્રીસ કરી એના ઉપર મુકો અને નાનખટાઈ મૂકી 10/15 મિનિટ બેક કરી લોથોડી થોડી વારે જોતા રહેજો. દાઝી ના જાય એનું ધ્યાન રાખજો ઉપરથી સોફ્ટ અને નીચેથી ક્રિસ્પી બનશે.બેક થઈ જાય એટલે એને ઠંડી થવા દો પછી સર્વ કરો એકદમ જોરદાર બનશે.

Shah Jina