ફિલ્મી દુનિયા

મલાઈકા, સુષ્મિતા ઉપરાંત હિના, માહી અને શ્વેતા તિવારીએ આવી રીતે મનાવી દિવાળી? જુઓ તસ્વીરો…

દિવાળીના તહેવારનો ઉત્સાહ બધા લોકોને હોય છે પણ તેની સાથે-સાથે આ ઉત્સાહ બોલિવૂડ અને ટીવીના કલાકારોમાં પણ જોવા મળ્યો હતો. આ ખાસ તહેવારને બધા જ કલાકારોએ ખુબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવ્યો હતો. ટેલિવિઝન અને બૉલીવુડના સિતારાઓએ તહેવારની ઉજવણીની કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. તો ચાલો જોઈએ કે મલાઈકા, સુષ્મિતા, હિના ખાન, જય ભાનુશાલી અને શ્વેતા તિવારીએ કેવી રીતે ઉજવી હતી દિવાળી…

મલાઈકા અરોડા:

 

View this post on Instagram

 

Happy Diwali from ours to yours….. love , light , prosperity, happiness 🙏

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મલાઈકા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે. એવામાં દિવાળીના આ તહેવારમાં મલાઈકા કેમ પાછળ પડે. મલાઈકાએ દિવાળી પર પોતાના પરિવાર સાથેની કેટલીક તસ્વીરો શેર કરી છે. આ ઉપરાંત મલાઈકાએ દિવાળીનું એક ફોટોશૂટ પણ પોતાના ચાહકો સાથે શેર કર્યું હતો.

હિના ખાન:

ટીવી અભિનેત્રી હિના ખાને પોતાના બોયફ્રેન્ડ રોકી જય સવાલની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઉજવણીની કેટલીક તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરી છે. આ તસ્વીરમાં બંનેની કેમેસ્ટ્રી જોવા મળે છે અને એક તસ્વીરમાં હિના રોકીના કિસ કરતી પણ જોવા મળે છે.

સુષ્મિતા સેન:

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને ખાલી દિવાળી પૂજાની તસ્વીરો નહીં પણ તેમને ચાહકો માટે એક વિડીયો પણ શેર કર્યો હતો. આ વિડીયોમાં સુષ્મિતા સાથે તેનો બોયફ્રેન્ડ, તેના ભાઈ અને ભાભીની સાથે-સાથે સુષ્મિતાની બંને દીકરીઓ પણ જોવા મળી હતી.

જય ભાનુશાલી અને માહી:

થોડા સમય પહેલા જ માતા-પિતા બનેલા માહી અને જય માટે આ વખતની દિવાળી એકદમ ખાસ હતી. બંને એ પોતાની દીકરી સાથે પહેલી દીવાળી મનાવી હતી. આ ખાસ દિવસે પર બન્નેએ પોતાના બાળકો સાથેની કેટલીક તસ્વીરો પણ સોશ્યિલ મીડિયા પર શેર કરી હતી.

શ્વેતા તિવારી:

 

View this post on Instagram

 

Apno ke saath wali Diwali💥💫✨ #Diwali #Family #nanhayatri #etherealgirl

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ ખુબ જ જોરશોરથી દિવાળી મનાવી હતી. આ ખાસ અવશર પર શ્વેતા ખાસ લોકો સાથે જોવા મળી હતી. તે તેના દીકરા અને દીકરી ઉપરાંત તેમને મિત્ર સાથે પણ જોવા મળી હતી. તેને પોતાના દીકરા અને દીકરી સાથેની એક તસ્વીર પોતાના સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.