આજે બોલીવુડમાં કોનું નામ કોની સાથે જોડાઈ જાય છે તે ખબર નથી પડતી. બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીએ બહુ જ ઓછા સમયમાં નામ કમાવી લીધું છે. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં રહેનારી દિશાએ તેની નાની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. હાલમાં જ દિશા અને તેના એકસ બોયફ્રેન્ડને લઈને થયેલો કિસ્સો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે, કરિયરના શરૂઆતના દિવસોમાં દિશા મોડેલ અને ટીવી એક્ટર પાર્થ સમથાન સાથે રિલેશનશિપમાં હતી.પરંતુ પાર્થની બેવફાઈને કારણે બંનેનો સંબંધ પૂરો થઇ ગયો હતો. આ વાત ખુદ દિશાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.

જણાવી દઈએ કે,દિશા પટની એક સમયે ટેલિવિઝનના જાણીતા એક્ટર પાર્થ સમથાનને ડેટ કરી રહી હતી. પાર્થ એકતા કપૂરના શો કસોટી જિંદગીકી ના લીડરોલમાં જોવા મળ્યો હતો. દિશા અને પાર્થ એકબીજાને લગભગ 1 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. બંને જયારે રિલેશનશિપમાં હતા ત્યારે બંનેએ ફ્રેશ ફેસ હંટ કોન્ટેસ્ટમાં હિસ્સો લીધો હતો. આટલું જ નહીં બંનેના સંબંધની શરૂઆત થઇ હતી. ફ્રેશ ફેસ હંટનો ખિતાબ પોતાના નામે કર્યા બાદ દિશા બેહદ ખુશ થઇ હતી. જેમાં પાર્થ વિજેતા બન્યો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, દિશાને ખબર પડી ગઇ હતી કે પાર્થ તેમને ચીટ કરે છે. જે બાદ બંનેએ પોતાના સંબંધોનો અંત લાવવાનું નક્કી કર્યું હતું.

દિશાએ પાર્થને એક વાર નહીં પરંતુ બે-બે વાર રંગે હાથ યુવતીઓ સાથે પકડી પાડયો હતો. આ બાદ તેને સંબંધ પૂરો કરવામાં જ ભલાઈ સમજી હતી. પાર્થ સાથે બ્રેકઅપ કર્યા બાદ તે ઘણી અપસેટ થઇ ગઈ હતી. પરંતુ તેને તેનું પૂરું ધ્યાન બૉલીવુડ કરિયરમાં આપ્યું હતું.
પાર્થ સાથે બ્રેકઅપ કર્યા બાદ દિશા ટાઇગર શ્રોફને મળી હતી. બંને છેલ્લા ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી બંનેએ તેના સંબંધનો સ્વીકાર કર્યો નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.