ખબર

જયારે નીતા અંબાણીએ સસરા ધીરુભાઈ અંબાણીના ઘણીવાર ફોન કાપ્યા હતા અને પછી જે થયું…

દેશના સૌથી અમીર અંબાણી પરિવારને લઈને લોકોમાં હંમેશા રુચિ રહી છે. આ પરિવારમાં કોઈપણ કાર્યક્રમ હોય છે ત્યારે બધાની નજરો ત્યાં જ હોય છે. અંબાણી પરિવારને સૌથી સંપન્ન બનાવવાવાળા ધીરુભાઈ અંબાણીની આજે પુણ્ય તિથિ છે. 6 જુલાઈ 2002ના રોજ ધીરૂભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. એક એવો પણ સમય હતો કે જયારે ધીરુભાઈની મોટી વહુ નીતા અંબાણીએ તેને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો.

મુકેશ અને નીતાના લગ્ન 1985માં થયા હતા. લગ્ન પહેલા એક વર્ષ સુધી બન્ને એકબીજાને ડેટ કર્યું હતું. મુકેશ માટે ધીરુભાઈને નીતા પસંદ આવી હતી. નીતા એક ભરતનાટ્યમ ડાન્સર હતી. ધીરુભાઈ અંબાણીએ એક ફંક્શનમાં નીતાને ડાન્સ કરતી જોઈ હતી. ત્યારે તેને તેના પુત્ર માટે પસંદ કરી લીધી હતી. આ વાત નીતા અંબાણીએ તેના ઇન્ટરવ્યૂમાં જણાવી હતી.

નીતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ગુજરાત કોમ્યુનિટી તરફથી નવરાત્રીમાં એક એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં મેં પરફોર્મન્સ કર્યું હતું, ત્યારે મને બિલકુલ અંદાજ ના હતો કે, કોઈ મને નોટિસ કરી રહ્યું છે. ફંક્શન થોડા દિવસ પછી ઘરે ફોન આવ્યો અને કહ્યું હતું કે, “હું ધીરુભાઈ અંબાણી બોલું છું.” મને લાગ્યું કે મારી કોઈ મજાક કરી રહ્યું છે, અને મેં તરત જ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ફરી કોલ આવ્યો હતો અને ત્યારે ફરીવાર બોલ્યા હતા કે, હું ધીરુભાઈ અંબાણી બોલું છું. ત્યારે મેં કહ્યું હતું કે, હું એલિઝાબેથ ટાયલર બોલું છું ત્યારબાદ તેને ત્રીજીવાર ફોન કયો. ત્યારે આ ફોન મારા પપ્પાએ ઉપાડ્યો હતો. અચાનક જ તેમના હાવભાવ બદલાઈ ગયા હતા. અને તેમને મને કહ્યું કે, સાચે જ ધીરુભાઈ અંબાણી છે શું તું તેની સાથે સરખી વાત કરીશ.

ત્યારબાદ તેમને મને ઓફીસે મળવા બોલાવી. હું તેને મળ્યા પહેલા બહુ જ નર્વસ હતી. હું તમને મળી અને બહુ જ પ્રભાવિત થઇ. તેઓ મને રીતે સરળ સ્વભાવના લાગ્યા. તેમને મને તેમના ઘરે ડિનર પર બોલાવી હતી.

ત્યારબાદ નીતા અને તેમનો પરિવાર ધીરુભાઈ અંબાણીના ઘરે ડિનર લેવા પહોંચ્યો હતો. ત્યારે ધીરુભાઈએ તેમના પુત્ર મુકેશને કહ્યું હતું કે, તારા માટે એક છોકરી પસંદ કરી છે. તારે આજે તેને મળવાનું છે. તેથી તું દરવાજો ખોલવા જા. ત્યારે મુકેશ દરવાજો ખોલતા જ નીતાને દિલ આપે છે. ત્યારબાદ બંને એકબીજાને જાણવા લાગે છે. અને નીતા અને મુકેશ કાર છોડીને ડબલડેકર બસમાં મુસાફરી કરતા હતા.

નીતા એવી પહેલી છોકરી હતી જેને મુકેશ ડેટ કરી રહ્યા હતા. નીતાએ જણાવ્યું હતું કે, મુકેશ દરરોજ મારી માટે ગુલાબ લઇ આવતા હતા. બન્ને મુંબઈની ગલીઓમાં સ્ટ્રીટ ફૂડ ખાતા. એકવાર મુકેશે નીતાને કારમાં પ્રપોઝ કર્યું. મુંબઈના સૌથી બીજી રૂટ પર કાર રોકી દીધી હતી.


એ સમયે મુકેશે નીતાને પૂછ્યું હતું કે તું મારી સાથે લગ્ન કરીશ. સાથે જ એમ પણ કહ્યું હતું કે, તું જવાબ નહિ આપે ત્યાં સુધી આ કાર હું આગળ ચલાવીશ નહીં. પાછળ બધી ગાડીઓ હોર્ન વગાડી રહી હતી. પરંતુ મુકેશ અંબાણી નીતાના જવાબની રાહ જોતા હતા. નીતાએ થોડા સમય બાદ મુકેશ અંબાણીને હામાં જવાબ આપ્યો અને મુકેશે કારણે આગળ વધારી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App