બોલીવુડ એક એવી દુનિયા છે જ્યાં ઘણા લોકોને બેઠા બેઠા જ નામ અને કામ મળી ગયા છે તો ઘણા એવા લોકો પણ છે જેમના જીવન વિશે, તેમના સંઘર્ષ વિશે જાણીને તેમના કામ પ્રત્યે પણ ચોક્કસ માન થાય. બોલીવુડના ઘણા સીતારાઓનું જીવન સંઘર્ષમય રહ્યું છે અને તેમાં આજે વાત કરીએ જે આજે બોલીવુડને પોતાના ઈશારે નચાવે છે એવા ડાન્સ કોરિયોગ્રાફર ધર્મેશ સરની.
View this post on Instagram
ગુજરાતના વડોદરા શહેરીની નાની ગલીઓમાં જન્મેલા ધર્મેશ સરનું નામ ધર્મેશ યેલાન્ડે છે. જેનો જન્મ 31 ઓક્ટોમ્બર 1983માં થયો હતો. મૂળ આ પરિવાર મહારાષ્ટ્રનો પરંતુ તેના પિતા પહેલેથી જ વડોદરામાં આવીને વસેલા માટે ધર્મેશનો જન્મ પણ ગુજરાતમાં જ થયો.
ધર્મેશનો પરિવાર સાવ ગરીબ હતો. પિતા ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા, પરંતુ ધર્મેશ તેના ઘરમાં ઊંચા સપના લઈને જન્મ્યો હતો. બાળપણથી જ ડાન્સમાં રુચિ રાખનાર અને ડાન્સર થવાના સપના સાથે આગળ વધતો રહ્યો. પરિવારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યારેક તેના પિતાને ચાની લારી ઉપર રહીને પણ મદદ કરવાનું ચુક્યો નથી. એકસમયે પરિવારની આર્થિક સ્થિતિ વધુ બગડતા ધર્મેશને પ્યુન તરીકે પણ કામ કરવાની ફરજ પડી હતી.
View this post on Instagram
પોતાના સપનાને લઈને હંમેશા અગ્રેસર રહેતા ધર્મેશે ,ડાન્સને જ પોતાનું લક્ષ બનાવી લીધું હતું. કપરી પરિસ્થિતિ સમયે પણ ધર્મેશ ડાન્સ માટે કામ કરતો રહ્યો અને પોતાની એક ડાન્સ એકેડમી પણ વડોદરામાં શરૂ કરી.
View this post on Instagram
પહેલીવાર પોતાની લગન અને મહેનતથી ધર્મેશે ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જવા માટે તૈયારી બતાવી. પૂરતી વ્યવસ્થા ના હોવા છતાં પણ ધર્મેશ ગમેતેમ કરી ડાન્સ ઇન્ડિયા ડાન્સના પ્લેટફોર્મ સુધી પહોંચ્યો. જ્યાં તેને એક નવી ઓળખ મળી. જોકે ધર્મેશ આ શોમાં જીત તો મેળવી શક્યો પરંતુ તેને જે નામની જરૂર હતી તે આ શોમાં ચોક્કસ મળી, તેના ડાન્સને લોકોએ ખુબ જ પસંદ કર્યો.
View this post on Instagram
એક શોમાં સફળતા ના મળતા પણ ધર્મેશ નિરાશ થયો નહિ અને બીજા ડાન્સ શો બુગી વુગીમાં પણ ઝપલાવ્યું અને તેને એ શોમાં જીત મેળવી લોકોના દિલ પણ જીતી લીધા. આ શો બાદ ઘણા લોકોનો ડાન્સમાં પહેલી પસંદ ધર્મેશ બન્યો. આ નવી ઓળખ સાથે ધર્મેશ હવે માત્ર ધર્મેશન બદલે આખા દેશ માટે ધર્મેશ સર બની ગયો હતો.
View this post on Instagram
જે ડાન્સ ઇન્ડિયા ડાન્સના મંચ ઉપર ધર્મેશ એક પ્ર્તીયોગી બનીને ગયો હતો એ મંચ ઉપર તે હવે એક મેન્ટોસ તરીકે જોડાયો, આ મંચ ઉપર ભાગ લેનાર સ્પર્ધકોને ધર્મેશ ડાન્સની તાલીમ પણ આપવા લાગ્યો જેનો કોઈએ સપનમાં પણ વિચાર કર્યો નહોતો.
View this post on Instagram
ધર્મેશ માટે સોનાનો સૂરજ તો ત્યારે ઉગ્યો જયારે પ્રખ્યાત નિર્દેશક ફરાહ ખાને ધર્મેશને પોતાની ફિલ્મ “તીસ માર ખાં”માં કોરિયોગ્રાફર તરીકે પહેલો ચાન્સ આપ્યો. આ ચાન્સ તેના માટે બોલીવુડમાં પગ મુકવા માટેનું પહેલું પગથિયું હતું.
View this post on Instagram
ધર્મેશ એક સારા ડાન્સર સાથે એક સારો અભિનેતા પણ હતો પરંતુ આ વાત પુરવાર કરવા માટે તેને એક ફિલ્મની જરૂર હતી જે તેને રેમો ડિસુઝા નિર્મિત ફિલ્મ એબીસીડીમાં મળી. આ ફિલ્મમાં ડાન્સની સાથે ધર્મેશે પોતાના અભિનયની કલાથી પણ લોકોને પોતાના દીવાના બનાવી દીધા.
View this post on Instagram
આજે ધર્મેશ ઘણા બધા રિયાલિટી શોની અંદર જજ બનીને કામ કરે છે તો સાથે ઘણી ડાન્સ એકેડમીમાં પોતાની ડાન્સની આવડતને બીજા લોકો સુધી વહેંચે પણ છે. તેની પોતાની ડાન્સ એકેડમી જે વડોદરામાં છે ત્યાં પણ તે અવાર-નવાર મુલાકત લઈને લોકોને ડાન્સના નવા સ્ટેપ શીખવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.