ખબર

ધારા 370 રદ થવા પર બોલી પાકિસ્તાનની આ સિંગર, PM મોદીને મારવાની ધમકી પણ આપી- જાણો બધી જ વિગતો

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી પાકિસ્તાનની હાલત બહુ જ ખરાબ થઇ ગઈ છે અને ઇમરાનખાનની સાથે સાથે ત્યાંના સેલિબ્રિટીઓ પણ ભારતના વિરુદ્ધમાં જેવું-તેવું બોલે છે. કાશ્મીરમાંથી ધારા 370 રદ થયાને લગભગ એક મહિનો થઇ ગયો છે તેમ છતાંય પાકિસ્તાન ભારત વિરુદ્ધ કડવા શબ્દો બોલી રહયા છે અને લોકોને ભડકાવી રહયા છે.

પાકિસ્તાન ભારતના આ મહત્વના નિર્ણયને હજી સુધી પચાવી નથી શક્યું. પાકિસ્તાનની સરકાર કાશ્મીરને લઈને ભારતને રોજ ધમકી તો આપે જ છે તેની સાથે સાથે ત્યાંના સેલિબ્રિટી પણ ધમકી આપતા જોવા મળ્યા હતા.

આ લિસ્ટમાં એક નવું નામ પણ ઉમેરાયું છે તે છે પાકિસ્તાની સિંગર રબી પીરઝાદાનું. રબી પીરઝાદાએ કાશ્મીરના આ નિર્ણયનો વિરોધ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને મારવાની ધમકી આપતો એક વીડિયો બહાર પડ્યો હતો. તેના આ વીડિયો પર ભારતીય યુઝર્સ તેમની આ ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો તો કેટલાકે તેની મજાક ઉડાવી હતી.

 

View this post on Instagram

 

Lahore dolphin show Canal Rd, IBL Housing Scheme, Lahore, Punjab, Pakistan +92 42 36526011 https://maps.app.goo.gl/aocBURagHyvx4rcQ9

A post shared by Rabi Pirzada (@rabi.fairy) on

આ વીડિયોમાં સિંગર રબી પીરઝાદા સાપ, અજગર અને મગર સાથે જોવા મળે છે. તે કહે છે કે, “હું કાશ્મીરી છોકરી મારા સાપોની સાથે એકદમ તૈયાર છું. આ બધા નરેન્દ્ર મોદી માટે છે. તમે કાશ્મીરીઓને હેરાન કરો છો ને, તો હવે નર્કમાં મરવા માટે તૈયાર થઇ જાઓ. મારા બધા મિત્રો શાંતિ ઈચ્છે.”

આટલું બોલ્યા પછી રબી એક ગીત ગાવા લાગી, “हम दर्द के मारों से कश्मीर न छीनो, ऐ जालिम जन्नत की तस्वीर न छीनो.”

તમને જણાવીએ કે રબી પીરઝાદા એક પૉપ સિંગર છે અને હવે તે અન્ય પાકિસ્તાની સેલિબ્રિટીની જેમ સોશ્યિલ મીડિયા પર પોતાનો મજાક બનાવી રહી છે. સોશ્યિલ મીડિયા પર લોકો રબીને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. લોકો તેને નફરત ન ફેલાવવાની અને પોતાનો ઈલાજ કરાવવાની સલાહ આપતા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks