ખબર

પાકિસ્તાની ન્યુઝ ચેનલ થઈ હેક, સ્ક્રીન ઉપર લહેરાવવા લાગ્યો તિરંગો, વાંચો સમગ્ર મામલો

પાકિસ્તાનના પ્રમુખ ટીવી સમાચાર ડૉન ઉપર અચાનક જ તિરંગો લહેરાતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. પછીથી ખબર પડી કે આ ન્યુઝ ચેનલ ઉપર હેકર્સનો હુમલો થયો હતો. આ ઘટનાના ફોટો અને વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

આ ઘટના રવિવારે બપોરે 3.30 કલાકે બની જેમાં પાકિસ્તાનના ડૉન ન્યુઝ ચેનલ ઉપર એક જાહેરાતનું પ્રસારણ થઇ રહ્યું હતું તે દરમિયાન જ સ્ક્રીન ઉપર અચાનક જ તિરંગો લહેરાવવા લાગ્યો, જેના ઉપર હેપ્પી ઈન્ડિપેન્ડેન્ટ્સ ડેનો મેસેજ પણ લખેલો હતો.

Image Source

ડૉન ન્યુઝ દ્વારા જણાવવામાં આવ્યું કે રવિવારે ડૉન ન્યુઝ રોજની જેમ જ પ્રસારિત થઇ રહ્યું હતું તે દરમિયાન જ અચાનક ભારતીય ધ્વજ અને હેપ્પી ઈન્ડિપેન્ડેન્ટ્સ ડેની ટેક્સ્ટ સ્ક્રીન ઉપર દેખાવવા લાગી જે થોડા સમય સુધી રહી અને ત્યારબાદ ગાયબ થઇ ગઈ, જેની તપાસ ચાલી રહી છે.

આ વિડીયો કેટલા સમય સુધી ટીવી સ્ક્રીન ઉપર રહ્યો તેના વિશે હજુ સુધી ડૉન દ્વારા કઈ જણાવવામાં નથી આવ્યું, પરંતુ તેમને ઉર્દુમાં એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.