અમદાવાદમાં સસરો રસોડામાં કામ કરતી પુત્રવધુ પર ગમે તેમ હાથ ફેરવી લેતો.. સાસુ પણ કહેતી એવું કે સાંભળીને દિમાગ ચકરાવે ચઢી જશે
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મ આચરવાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર તો એવી ઘટનાઓ સામે આવે છે કે પરિવારના જ કોઈ સદસ્ય દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી હોય અને તેને બળજબરીનો ભોગ બનાવવામાં આવી હોય. ત્યારે હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં એક લંપટ સસરાનું કારસ્તાન ખુલ્લું પડ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં એક પરિણીતાને તેના પિયરિયાઓની યાદ આવતી હોવાના કારણે તેને સોશિયલ મીડિયામાં એક સ્ટેટ્સ મૂક્યું હતું, જે તેના સાસરીવાળાએ વાંચતા તેની સાથે ઝઘડો કર્યો હતો અને “અમે તને સારું નથી રાખતા” એમ કહીને ત્રાસ પણ આપ્યો હતો. સાથે જ તેને બીજા સ્ટેટ્સમાં હાઇડ કર્યા હોવાની વાતને લઈને પણ પરણિતા સાથે ઝઘડો કર્યો હતો.
એટલું જ નહિ, જયારે મહિલા રસોડાની અંદર કામ કરતી હોય ત્યારે તેના સસરા કોઈ વસ્તુ લેવાના બહાને રસોડામાં આવતા હતા અને તેને ખરાબ રીતે સ્પર્શ કરતા હતા. એક દિવસે સસરાએ બપોરના સમયે પુત્રવધુને ચા બનાવવાનું કહ્યું. જેના બાદ મહિલા રોસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે જ તેને સસરાએ પાછળથી બાથ ભરી લીધી અને છાતીનો ભાગ દબાવી ગુપ્તાંગ પર હાથ ફેરવી બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ એ સમયે મહિલાએ બુમાબુમ કરતા સસરો ત્યાંથી ચાલ્યો ગયો હતો, મહિલાએ આ વાતની જાણ તેના સાસુ અને પતિને કરતા તેમને પણ મહિલાને ખોટી ગણાવી હતી. તો સસરાએ પછી આવું ક્યારેય નહિ થાય એમ કહીને મહિલાની માફી માંગતા મહિલાએ આ વાત કોઈને જણાવી નહોતી. જયારે મહિલાએ ડિલિવરી બાદ દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ સાસુ મહેણાં મારવા લાગ્યા કે મારે દીકરો જોઈતો હતો ને તે દીકરીને જન્મ આપ્યો.
જેના બાદ પરણિતાને પિયરમાં આરામ કરવાના બહાને મોકલી દીધી હતી અને પછી તેના પતિએ તેને ફોન કરીને કહ્યું હતું કે તું લગ્નમાં દહેજ લઈને આવી નહોતી એટલે હવે તું આવે તો 25 લાખ રૂપિયા લઈને આવજે. જેના બાદ પતિએ તેને રેલવે સ્ટેશન લેવા આવીશ એમ જણાવતા મહિલા તેના માતા પિતા અને ચાર મહિનાની દીકરીને લઈને સાસરે જવા માટે નીકળી હતી. ત્યારે પતિ મહિલાને લીધા વિના જ તેની ચાર મહિનાની દીકરીને લઈને ચાલ્યો ગયો અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા. ફોન ઉપાડતો ત્યારે પણ ધમકી જ આપતો જેના કારણે મહિલાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.