મનોરંજન

નેહા કક્કરની જેમ શિલ્પા શેટ્ટી અને આ 4 હીરોઇનો સાથે કરાઈ હતી જબરદસ્તીથી કિસ, 3 નંબર સાથે ખુબ જ શરમજનક હરકત થયેલી

3 નંબરની હિરોઈન જોડે જે થયું એ જાણીને ફેન્સ દુઃખી દુઃખી થઇ જશે

ટીવીની દુનિયામાં રિયાલિટી શોને ઘણા પસંદ કરવામાં આવે છે. ઘણા સમયથી આવા શોએ લોકોના દિલમાં ઘણી જગ્યા બનાવી લીધી છે પણ ઘણી વખત આવા શોમાં થતી વિચિત્ર ઘટનાઓને કારણે શો ચર્ચાનો વિષય બની જતા હોય છે.

image source

‘ઇન્ડિયન આઇડલ સીઝન 11’ શરુ થવા જઈ રહ્યું છે. આ શો માં નેહા કક્ક્ડ, વિશાલ દદલાની અને અનુ મલિક જજ કરી રહ્યા છે. જયારે એ શો ને આદિત્ય નારાયણ હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ દિવસોમાં ત્રણેય જજ કન્ટેસ્ટન્ટના ઓડિશન લઇ રહ્યા છે.

image source

એવામાં એક વિડિઓ સામે આવ્યો હતો.જે ખુબ ઝડપી વાયરલ થઇ ગયો હતો. આ વિડીઓમાં એક કન્ટેસ્ટન્ટ ઘણા બધા ગિફ્ટ્સ લઇને સ્ટેજ પર પહોંચ્યો હતો. એક પછી એક બધા ગિફ્ટ્સ એ નેહા કક્કડને આપી રહ્યો હતો.ગિફ્ટ્સ જોઈને નેહા ખુશ થઇ ગઈ અને તેને તે કન્ટેસ્ટનને હગ કરી કરી લીધું હતું.

અને ત્યારે જ એ કન્ટેસ્ટન નેહાને ગાલ પર કિસ કરી લે છે. શો ના હોસ્ટ આદિત્ય નારાયણે તેને રોકવાની પણ કોશિશ કરી હતી. એ બાદ નેહાએ તુરંત તેનો ચહેરો હટાવી લીધો હતો અને સાથે જ ત્યાંથી દૂર જતી રહી હતી.એ જોઈ ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ચોંકી ગઈ હતી.

image source

નેહાને જબરદસ્તીથી કિસ કરવાનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. આ ઘટના બાદ જજ વિશાલ અને અનુ મલિકનું શું રિએક્શન હશે આ જોવા વાળી વાત છે.

image source

વર્ષ 2006માં સિંગર મીકા સિંહે મોડલ-એક્ટ્રેસ રાખી સાવંતને જબરદસ્તી કિસ કરી હતી. ત્યારબાદ રાખી તેના પર ખુબ જ ગુસ્સે થઇ હતી. તેનો આ વિડીયો ખુબ જ વાયરલ થયો હતો.

જો કે એ ઘટના બાદ મીકા સિંહે કહ્યું હતું કે મેં તેને ના પાડી હતી છતાંય તેને જબરદસ્તી મારા ચહેરા પર કેકે લગાવી હતી. એ વાતનો બદલો લેવા મેં આવું કર્યું હતું.

આ લિસ્ટમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ ઉમેરાયેલ છે. એક કાર્યક્રમ દરમિયાન હોલીવુડના એક એક્ટર રિચર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને જબરદસ્તી કિસ કરી હતી. 31 ઓગસ્ટ 1949માં જન્મેલ રિચર્ડ હાલ 69 વર્ષના થઇ ચુક્યા છે. રિચર્ડ હોલીવુડના રોમેન્ટિક સ્ટાર તરીકે દુનિયાભરમાં જાણીતા હતા. પણ ભારતમાં રિચર્ડને તેની ફિલ્મોને બદલે તેની કિસિંગ કોન્ટ્રવર્સીને કારણે વધુ જાણીતા હતા.

image source

વર્ષ 2007માં જયારે રિચર્ડ એડ્સ જાગૃતિના એક કાર્યક્ર્મ માટે જયપુર આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટી અને રિચર્ડ બંને મહેમાન તરીકે સામેલ થયા હતા. શિલ્પા શેટ્ટી રિચર્ડનો હાથ પકડી અને મંચ પર પહોંચી હતી.

શિલ્પાએ જેવું કંઈક બોલવાનું શરુ કર્યું ત્યાં રિચર્ડએ પહેલા શિલ્પા શેટ્ટીના હાથમાં કિસ કરી અને ત્યારબાદ શિલ્પાને જબરદસ્તી પકડીને તેના ગાલો પર.

image source

અચાનક રિચર્ડની આવી હરકતથી શિલ્પા શેટ્ટી થોડી મુંજાઈ ગઈ હતી. તેને વધુ રિએક્ટ ન કર્યું અને વાતને સંભાળવાની કોશિશ કરી હતી. રિચર્ડના આવા વર્તાવ બાદ તેનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે રિચર્ડએ બધા સામે માફી પણ મંગાવી પડી હતી.

ત્યારબાદ રિચર્ડ અને શિલ્પા શેટ્ટી પર અશ્લીલતાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો અને કેસ પણ દાખલ થયો હતો. જો કે કોર્ટએ આ ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવાની કોશિશ હતી એવું જણાવી કેસને રદ કરી દીધો હતો.

image source

વર્ષ 1999માં દુનિયાના સૌથી પુરુષની પદવી મેળવવાવાળા રિચર્ડ ગેરેનો ભારત સાથે ઘણો ઊંડો સંબંધ રહ્યો છે. એ ભારતમાં રહેવાવાળા બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાના અનુયાયી છે. એટલું જ નહીં તે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશનના વર્લ્ડવાઇડ બ્રાન્ડ એમ્બેસડર છે. પછી રિચર્ડએ પોતાનો ધર્મ બદલીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

જબરદસ્તી કિસ જ નહીં પરંતુ આવા શોમાં એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન પણ ઘણી વખત થયા છે. બિગબોસ 11ના ઘરમાં રહેલ હિના ખાન જયારે એના સાથી પ્રતિયોગી સાથે મુંબઈના એક મોલમાં વોટની અપીલ કરવા પહોંચી હતી ત્યારે થોડા લોકોએ તેને ઘેરી લીધી હતી. સાથે જ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા હતા. કોઈ લોકોએ તેના વાળ ખેંચ્યા હતા તો કોઈએ તેની સાથે ધક્કા-મુક્કી કરી હતી.

image source

આવી જ ઘટનાનો સામનો એક્ટ્રેસ ગોહર ખાનને પણ કરવો પડ્યો હતો. થોડા વર્ષો પહેલા ગોહર ખાન એક રિયાલિટી શોને હોસ્ટ કરી રહી હતી. ત્યારે ઓડિયન્સ તરીકે આવેલ એક વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને તેને તેના પહેરેલ ડ્રેસ માટે થપ્પડ મારી હતી. ઘણા સ્ટાર્સ અને ફેન્સે આ વાતની નિંદા પણ કરી હતી.