કૌન બનેગા કરોડપતિ સીઝન-11 માં દુનિયાના ખૂણે ખૂણેથી સ્પર્ધકો આવી રહ્યા છે અને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસીને ખુબ જ સુંદરતાથી સવાલોના જવાબો આપીને ધનરાશિ જીતે છે. એવામાં 4 ઓક્ટોબરના રોજ હરિયાણાની રહેનારી ઉર્મિલ ધરતવાલને અમિતાભજીની સામે હોટ સીટ પર બેસવાનો મૌકો મળ્યો હતો.

ઉર્મિલ વ્યવસાયથી એક ડોક્ટર છે. આ દરમિયાન ઉર્મિલ ખુબ જ ઉત્સાહિત દેખાઈ હતી અને ઉત્સાહમાં આવીને એવું કરી બેઠી કે તેનાથી ત્યાં હાજર દર્શકો અમે અમિતાભજી પણ હેરાન રહી ગયા હતા.

થયું કંઈક એવું કે ઉર્મિલ હોટ સીટ પર બેસતા પહેલા જ ત્યાં હાજર દર્શકોને ફ્લાઈંગ કિસ દેવા લાગી હતી એવામાં અમિતાભજીએ પણ કહ્યું કે આટલી ફ્લાઈંગ કિસ તો હજી સુધી કોઈએ નથી આપી.

ઉત્સાહમાં આવીને ઉર્મિલે અમિતાભજીના પીળા રંગના જેકેટને પણ બ્લુ જણાવ્યું હતું, એવામાં અમિતાભજીએ તેને કહ્યું કે તમે હોસ્પિટલમાં કામ કરી રહયા છો અને તમને રંગો વિશે ખબર પણ નથી? તમે તો કોઈકે બીજાના બાળકને જન્મ આપી દીધો છે જેની અપેક્ષા જ ન હતી. આવું સાંભળીને ત્યાં હાજર દર્સકો પણ હસવા લાગે છે.

ઉર્મિલ હરિયાણાની હનસી હોસ્પિટલમાં કામ કરે છે. ઉર્મિલે જણાવ્યું કે તે મહિલાઓની ડિલિવરી કરે છે. તે તેવા લોકોનો ઈલાજ કરવાનું ખુબ પસંદ કરે છે જેઓની પાસે ઈલાજ માટે પૈસા નથી હોતા. જણાવી દઈએ કે એ શોમાં ઉર્મિલ 25 લાખની ધનરાશિ જીતવામાં કામિયાબ રહી હતી.

13 માં નંબરના સવાલ પર ઉર્મિલે લાઇફલાઈનનો ઉપીયોગ કરીને 25 લાખ રૂપિયા જીત્યા હતા. સવાલ હતો કે 1731 માં જોધપુર રાજ્યમાં કાપવામાં આવી રહેલા વૃક્ષોને બચાવવા માટે આમાંની કઈ મહિલાએ પોતાની ત્રણ દીકરીઓ સાથે પોતાનો જીવ આપી દીધો હતો?

જેનો જવાબ અમૃતા દેવી હતો. ઉર્મિલે આ સવાલ પર એક્સપર્ટ ઍડ્વાઇઝરની સલાહ લઈને સાચો જવાબ આપીને 25 લાખ રૂપિયાની ધનરાશિ જીતી હતી. જેના પછી ઉર્મિલે શો કવીટ કર્યો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.