બૉલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. ફિલ્મ ‘સીઝન્સ ગ્રીટિંગ’થી અભિનય દુનિયામાં ફરીથી ધમાકેદાર એન્ટ્રી મારી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સેલિનાએ કહ્યું કે માતા-પિતાની મૃત્યુ પછી અને દીકરાના જન્મ પછી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

ડિપ્રેશન એક એવી વસ્તુ છે જે કોઈપણ ઉંમરમાં થઇ શકે છે, જો કે એવું પણ નથી કે તેને ઠીક ન કરી શકાય. સપોર્ટ સિસ્ટમની સાથે તેને ઠીક કરી શકાય છે, પણ તેની અવગણના ન કરો.

સુશાંતના નિધનથી સેલિનાને પણ ખુબ આઘાત લાગ્યો છે. શૌક વ્યક્ત કરતા સેલિનાએ કહ્યું કે આ ખુબ જ દુઃખદ ખબર છે, કેમ કે આપણે બધાએ એક શાનદાર અભિનેતાને ગુમાવ્યો છે. કોઈએ પોતાના દીકરાને, કોઈએ પોતાના પ્રેમને, કોઈએ પોતાના ભાઈને તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક ચમકતા સિતારાને ગુમાવ્યો છે.

એક શાનદાર ટેલેન્ટેડ અભિનેતા જે ભવિષ્યમાં ભારતનો પહેલો ઓસ્કાર જીતવાનો દમ રાખતો હતો, ખબર નહિ એવું તે શું થયું કે સુશાંતને આવું પગલું લેવું પડ્યું.

તમને જણાવી દઈએ કે સેલિનાને તેના પતિએ ખુબ સપોર્ટ કર્યો છે, ડિપ્રેશન પર સેલિના કહે છે કે હું તે લોકોથી ઘેરાયેલી હતી જેઓ મને ખુબ પ્રેમ કરતા હતા. મારા પતિએ મારી ખુબ જ દેખભાળ કરી. ડોક્ટરોએ પણ મદદ કરી. જો કે તે હજી પુરી રીતે ઠીક નથી થયું પણ હું પહેલા કરતા ઘણું સારૂ મહેસુસ કરી રહી છું.

સેલિનાએ ઓસ્ટ્રિયન પીટર હૈગ સાથે લગ્ન કર્યા છે. બંન્નેના 8 વર્ષના જુડવા બાળકો છે, સેલિનાનો એક અન્ય દીકરો પણ છે જે બે વર્ષનો છે. સેલિનાએ અમુક ફિલ્મોમાં કામ કરીને બોલીવુડથી દુરી બનાવી લીધી હતી અને પીટર સાથે લગ્ન કરી લીધા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.