થોડા સમય પહેલા દિલ્લીના બુરાડીમાં દ્વારા એકસાથે 11 લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. તો તે સમયે ખબર તો એવી પણ મળી રહી હતી કે, આ હત્યાનો મામલો છે. તો ઘણા લોકો આને સામૂહિક આત્મહત્યા પણ જણાવતા હતા. આ મામલે હવે આ સામુહિક આત્મહત્યાનો પડદો ઉંચકાયો છે.

દિલ્લીના બુરાડીમાં 11 સભ્યોએ આત્મહત્યા કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ મામલે પોલીસ પણ અલગ-અલગ એન્ગલથી તપાસ કરી રહી હતી. તો આ વચ્ચે ખબર આવી હતી કે, કોઈએ ભાટિયા પરિવારની હત્યા કરી દીધી હતી.આખો પરિવાર એક જ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચીં સમગ્ર તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસની શરૂઆતમાં જ કહ્યું હતું કે, આ હત્યા નથી આત્મહત્યા છે. ઘટના સ્થળ પર મળેલા સબુતો અને વસ્તુના તપાસના આધાર પર પોલીસ તેને અંધવિશ્વાસના કારણે થયેલી સામુહિક આત્મહત્યા માની રહી છે.

તપાસ દરમિયાન પોલીસને ઘરના મંદિરમાંથી એક ડાયરી મળી હતી જેમાં અંધવિશ્વાસને લઈને સામુહિક આત્મહત્યાની વાત સામે આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, ડાયરીમાં લખ્યું હતું કે, મોક્ષ પામવા માટે એક અજીબ વિધિ લખી હતી. જે વિધિને ફોલો કરી આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ સામુહિક મોત કાંડ મામલે બિસેરા રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં શરીરમાં કોઈ પણ પ્રકારની ઝેર ના હોવાની પૃષ્ટિ કરી હતી. આ આધાર પર સાફ થઇ ગયું હતું કે, સામુહિક હત્યાકાંડ દુર્ઘટનાવશ થઇ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બિસરા રિપોર્ટમાં સાફ થઇ ગયું હતું કે, મોતનું કારણ કોઈ જ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઘણાના ખાલી પેટ જોવા મળ્યા હતા. જયારે થોડા લોકોના પેટમાં જમવાનું પચ્યું ના હતું. પરંતુ પોલીસને શક હતો કે, કોઈ બહારનો શખ્સ તો આ દરમિયાન તો આવ્યો ના હતો. આ કારણે પોલીસે બિસેરા રિપોર્ટ સિવાય સાઈકોલોજિકલ એટોપ્સી કરાવી હતી. જેથી મોતનું સાચું કારણ સામે આવી ગયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.