ખબર

BSFના પકડમાં આવ્યુ સીમા પારથી આવેલ કબૂતર, પગમાં લાગેલા છે ટેગ

ભારત-પાકિસ્તાનના સરહદી સીમા જિલ્લા જૈસલમેરની આંતરરાષ્ટ્રીય સીમા પર BSF જવાનોએ સરહદ પારથી આવેલા કબૂતરને પકડી પાડ્યુ છે. કબૂતર કોઇ સાજિસ માટેે મોકલવામાં આવ્યુ છે કે, કોઇ પક્ષી પરના અભ્યાસનો હિસ્સો છે તેને લઇને નિરીક્ષણ થઇ રહ્યું છે.

રાજસ્થાનના સરહદી જિલ્લા જૈસલમેરના શાહગઢ બલ્જ ક્ષેત્ર સ્થિત SDK ચોકી પાસે બુધવારે રાત્રે સીમા પાર પાકિસ્તાનથી એક કબૂતર આવ્યુ છે. જેને BSF જવાનોએ પકડી પાડ્યુ છે.

જાણકારી અનુસાર, જૈસલમેરના શાહગઢ બલ્જ ક્ષેત્ર સ્થિત SDKના ઓપી પાર્ટી નંબર 2એ સીમા પાર પાકિસ્તાનથી આવેલ એક કબૂતરને ઝાડીમાં બેઠું દેખ્યું. જેથી ત્યાં તૈનાત BSFના 18 બટાલિયન જવાનોએ તાત્કાલિક તેને પકડી લીધું.

આજતકને BSFના સૂત્રો અનુસાર મળેલી જાણકારી મુજબ, મોડી સાંજે શાહગઢ બલ્જને લગતી આંતરરાષ્ટ્રીય સીમા પર BSFના જવાનોએ એક સંદિગ્ધ કબૂતરને ઝાડીઓ પાસે બેઠેલું જોયું હતું. BSFના જવાનોએ આ કબૂતરને પકડી પાડ્યુ.

કબૂતરના બંને પગ પર ટેગ લાગેલા હતા. જેના પર 27,32 અને 15 અંકો લખેલા હતા. તેની પાંખો પર 230 જીપીએસ, 150 જીપીએસ અને 310 જીપીએસ લખેલ હતું. કબૂતરને પકડ્યા બાદ BSFના જવાનો તે નિરીક્ષણ કરી રહ્યા છે કે, તે એક સામાન્ય કબૂતર છે, કે પાકિસ્તાનની કોઇ નાપાક હરકત.