મનોરંજન

બોલીવુડના આ 7 સિતારાઓ છે એક બીજાના સગા- સંબંધીઓ, જાણો એકબીજા વચ્ચે શું છે સંબંધ?

રાની મુખર્જી છે કરન જોહરની ભાભી, અને જાણો રણબીર કપૂરની ભાભી થાય છે અમિતાભની લાડલી દીકરી…રસપ્રદ લેખ

બૉલીવુડમાં ઘણા એવા સેલેબ્રિટીઓ છે જેમને એકબીજા સાથે જ સંબંધ છે, અંદરો અંદર એકબીજાના જ સાગા સંબંધીઓ છે. આજે અમે તમને કેટલાક એવા જ સેલેબ્રિટીઓ વિશે જણાવીશું જે અંદરો અંદર એકબીજાના સગા સંબંધીઓ છે.

Image Source

1. કરીના કપૂર અને શ્વેતા બચ્ચન:
તમને જાણીને નવાઈ લાગશે પણ કરીના કપૂર અને અમિતાભની દીકરી શ્વેતા બચ્ચન વચ્ચે પણ નણંદ-ભાભીનો સંબંધ છે.  કરીના કપૂરની ફોય રીતુ નંદા નિખિલ નંદાની મા છે અને જેના કારણે કરણીના કપૂર અને નિખીલ નંદા ભાઈ બહેન છે.

Image Source

2. શ્રદ્ધા કપૂર અને લતા મંગેશકર:
ભારતના પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર અને શ્રદ્ધા કપૂર વચ્ચે પણ ખુબ જ નજીકનો સંબંધ છે. શ્રદ્ધા કપૂરના નાના લતા મંગેશકર અને આશા ભોંસલેના પિતરાઈ ભાઈ છે અને તેમને જ શ્રદ્ધાને બાળપણમાં ગયોંકીની જાણકારી પણ આપી હતી.

Image Source

3. શર્મન જોશી અને પ્રેમ ચોપડા:
શર્માં જોશી પ્રેમ ચોપડાનો જમાઈ છે. પ્રેમ ચોપડાની દીકરી પ્રેરણા ચોપડા સાથે શર્મન જોશીએ લગ્ન કર્યા છે જેના કારણે બંને વચ્ચે સસરા જમાઈનો સંબંધ છે.

Image Source

4. કરણ જોહર અને રાણી મુખર્જી:
કરણ જોહર અને આદિત્ય ચોપડા બંને પિતરાઈ છે. આદિત્ય ચોપડાના પિતા યશ ચોપડા અને કરણ જોહરના પિતા હીરુ જોહર પિતરાઈ ભાઈઓ છે જેના કારણે એ બંને વચ્ચે ભાઈનો સંબંધ છે અને રાણીએ આદિત્ય ચોપડા સાથે લગ્ન કર્યા હોવાના કારણે કરણ જોહરની ભાભી થાય છે.

Image Source

5. આલિયા ભટ્ટ અને ઇમરાન હાશ્મી:
અભિનેત્રી આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ અને અભિનેતા ઇમરાન હાશ્મીની મા સંબંધમાં ભાઈ બહેન થાય છે જેના કારણે આલિયા અને ઇમરાન પણ ભાઈ બહેન છે.

Image Source

6. કાજોલ અને રાણી મુખર્જી:
અભિનેત્રી કાજોલ અને અભિનેત્રી રાણી મુખરજીના પિતા પણ પિતરાઈ ભાઈઓ છે જેના કારણે આ બંને પણ સંબંધમાં બહેનો થાય છે.

Image Source

7. મુમતાઝ અને ફરદીન ખાન:
એક સમયની ખ્યાતનામ અભિનેત્રી મુમતાઝની દીકરી નતાશા સાથે અભિનેતા ફરદીન ખાને લગ્ન કર્યા છે જેના કારણે એ બંને વચ્ચે સાસુ જમાઈનો સંબંધ છે.