મનોરંજન

લગ્નમાં દગો મળતા આ હોટ અભિનેત્રીએ રડતાં રડતાં PM મોદી પાસે માગી મદદ અને પછી

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભોજપુરી એક્ટ્રેસ નેહા બંસલ રડતા રડતા તેની સમસ્યાઓ જણાવી રહી છે અને સાથે જ પીએમ મોદી પાસે મદદ પણ માંગી રહી છે.નેહાનું કહેવું એમ છે કે લગ્ન બાદ તેનો પતિ તેની સાથે મારપીટ કરે છે. તેમજ તેના સાસરાવાળા તેને પરેશાન કરે છે. નેહા બંસલે ભોજપુરી ફિલ્મ ‘ચંદ્રિકા’ અને ‘અમ્બા’માં કામ કર્યું હતું સાથે જ કોઈ આલ્બમમાં નજર આવી હતી. મૂળ હરિયાણાની નેહા બંસલની બિહારમાં ઘણી ફેન ફોલોઇંગ છે.

જણાવી દઈએ કે, વિડીઓમાં નેહા રડતાં રડતાં કહે છે કે, ‘કોઈ તો મારી મદદ કરો. છેલ્લા ત્રણ દીવસથી હું ખાધા-પીધા વિના પોલીસ સ્ટેશનના ચક્કર લગાવું છું. પીએમ મોદી મહેરબાની કરીને મારી મદદ કરો. મારા પતિ પાસે અમેરિકાનું નાગરિકત્વ છે. તેને મારી સાથે છ મહિના પહેલા લગ્ન કર્યા હતા.મેં બધો લગ્નનો ખર્ચો આપ્યો હતો અને હવે એ મારો ખર્ચો ઉઠાવવા તૈયાર નથી.એ આજે મારા ઘરમાં બધું તોડ-ફોડ કરી અને ભાગી ગયો.’

વધુમાં નેહાએ કહ્યું હતું કે, ‘તે અમેરિકા ભાગી જવાનો છે. તેને મને કહ્યું હતું કે ઇન્ડિયાનું કાનૂન તેનું કાંઈ જ નહીં ઉખાડી શકે. ન હું તારી સાથે રહીશ કે ન હું તને મારી સાથે ક્યાંય લઇ જઈશ.’

‘તેનો પરિવાર મને હવે તેને મળવા નથી દેતો. જો એ મને છોડીને અમેરિકા ચાલ્યો જશે તો મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. મેં મારા લગ્નની બંગડીઓ પણ હજુ સુધી ઉતારી નથી. હું મોદીજી ને વિનંતી કરું છું કે મારા પતિને ઇન્ડિયા છોડીને ભાગવાથી રોકી લે.’

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.