ગરમીઓમાં તરબૂચ ખાવાનું સૌને ગમતું હોય છે, અને આ લોકડાઉનમાં પણ લોકોએ તરબૂચ ખાવાની મોજ તો માણી જ છે. પરંતુ મોટાભાગના લોકો જયારે તરબૂચ ખાય છે ત્યારે તેના છોતરા ઉતારી અને ફેંકી દેતા હોય છે, અને તરબુચની અંદરનો લાલભાગ જ ખાતા હોઈએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે તરબૂચના છોતરા પણ ખુબ જ ગુણકારી હોય છે, આજે આપણે તરબૂચના છોતરા ખાવાથી થતા ફાયદાઓ જાણીશું.

હૃદયને રાખે સ્વસ્થ:
તરબૂચના છોતરાંની અંદર રહેલી સિટ્રૂલાઇન રક્તપ્રવાહને યોગ્ય બનાવે છે અને હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટરી ડીઝીઝ જેવી બીમારીપમાં ફાયદાકારક સાબિત થાય છે. તરબૂચના ચોતરા લોહીનું પરિભ્રમણ યોગ રાખવામાં મદદગાર સાબિત થાય છે તેના કારણે તમારા હૃદયને પણ તે સ્વસ્થ રાખે છે.
યુટીઆઇમાં છે લાભકારી:
તરબૂચના છોતરાંની અંદર પોટેશિયમ રહેલું છે. તેમમાં મૂત્રવર્ધક અને હાઇડ્રેટિંગ ગુનો રહેલા છે. કે યુટીઆઈમાં ફાયદાકારક રહે છે. યુટીઆઈની સમસ્યા થવા ઉપર તમારે નિયમિત રૂપે એક ગ્લાસ તાજા તરબૂચનો રસ પીવો જોઈએ મ સાથે તે કિડનીના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

ત્વચા સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક:
તરબૂચના છોતરાંની અંદર લાઈકોપીન હોય છે. જે સ્કિન ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે. ત્વચાની યોગ્ય કાળજી લેવા માટે તમે તરબૂચના છોતરા સાથે કેળાને ભેળવી એક ફેસમાસ્ક બનાવો અને તેને ચેરા ઉપર લગાવવાથી સારો ફાયદો થશે.
બ્લડપ્રેશર રાખશે નિયંત્રણમાં:
તરબૂચનું છોતરું તમારું હાઈ બીપી ઓછું કરવામાં મદદગાર થાય છે તેના છોડમાં રહેલું L-સિટ્રૂલલાઇન જે રક્તવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

વજન ઘટાડવામાં મદદગાર:
આજે વજન વધવાની સમસ્યા ખુબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ તરબૂચના છોતરા તમારું વજન ઘટાડવામાં ખુબ જ મદદગાર સાબિત થશે. તેની અંદર ફાયબર રહેલું છે,જે લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું, આ ઉપરાંત તેમાં રહેલું સિટ્રૂલલાઇન વહાજન ઘટાડવામાં ખુબ જ ફાયદાકારક છે.
પૂરતી ઊંઘ લાવવામાં મદદગાર:
તરબૂચના છોતરાંની અંદર પૂરતા પ્રમાણમાં મેંગેનેશિયમ હોય છે જે સારી ઊંઘ લાવવા માટે ખુબ જ ફાયદાકારક છે. તે તમારા મેટાબોલીજીમને વિનિયમિત કરે છે અને તેનાથી ઊંઘમાં ગડબડી કે અનિંદ્રા જેવી સમસ્યાઓ દૂર થાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ:
તરબૂચના છોટારાનો બે રીતે ઉપયોગ થઇ શકે છે એક જામ બનાવીને અને બીજી ચટણી બનાવીને, આ બંને કેવી રીતે બનાવી શકાય તે પણ તમને જણાવીશું.

જામ બનાવવાની રીત :
જામ બનાવવા માટે તારે તરબૂચ અને સફરજનના ટુકડાને કાપી લેવા તેની અંદર બે કપ ખાંડ, લીંબુનો રસ અને એક ચમચી વેનીલા એક્ટ્રેક્ટને લઈને ઉકાળી લેવું. જ્યાં સુધી છોતરા ચીકણા અને ગુંદર જેવા ના થઇ જાય ત્યાં સુધી તેને ગરમ કરતા રહો. તેમાં ફ્લેવર માટે તમે દાલચીની પણ નાખી શકો છો. તૈયાર થેયેલા મિશ્રણને કાચની બરણીમાં ધનકલ લગાવીને થોડી મિનિટો સુધી ગ્રામ પાણીમાં રહેવા દો. પછી તેને બહાર કાઢી ઠંડુ થવા દેવું. તમારું જામ તૈયાર છે.

ચટણી બનાવવાની રીત:
ચટણી બનાવવા માટે 3ટી 4 કપ તરબૂચના કાપેલા છોતરા લેવા. તેની અંદરથી લીલા રંગનો ભાગ છોલીને હટાવી દેવો, હવે એક કપ ખાંડ લેવી, અડધો કપ મીઠું, અને થોડી હળદર ઝીણી કાપેલી, આ બધાના મિશ્રણને એક સોસપેનમાં ભેગા કરી 3થી 4 કલાક સુધી ધીમા તાપ ઉપર પક્વ દેવું, તમે તમે સારો સ્વાદ લાવવા માટે તમારી રીતે મસાલા પણ ઉમેરી શકો છો. પછી આ બધી જ વસ્તુઓને વાટી દેવી, તમારી ચટણી તૈયાર.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.