મનોરંજન

ઘણા રોલ નિભાવનાર અસલમ ખાન હવે થયો મશહૂર, 18 વર્ષ પહેલા પરત ફર્યો ગામડે

‘રામાયણ’ હાલ બીજીવાર પ્રસારણ કર્યા બાદ સોશિયલ મીડિયામાં જે એક્ટરની વધુ ચર્ચા થઇ રહી છે. તે છે અસલમ ખાન. હાલ તેના પર મિમસ બની રહ્યા છે. સીરિયલમાં અસલમ ખાને ક્યારેક અરુણ ગોવિલના બોડી પર ડબલ રોલ કર્યો હતો. કયારેક સમુદ્ર દેવ તો ક્યારેક મંત્રી બન્યા હતા. આજે અસલમની એટલી ચર્ચા થાય છે કે, જે ખુદ અસલમને પણ નથી ખબર. હાલ તો તે ઇન્ડસ્ટ્રીઝને છોડી ચુક્યા છે.

Image source

જ્યારે અસલમ ખાનની આટલી ચર્ચા થઈ રહી છે ત્યારે તે સામે આવ્યો હતો. એક મુલાકાતમાં અસલમ ખાને તેમની આખી જિંદગી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ટીવીમાં કામ કરતા પહેલા તે એકાઉન્ટની જોબ કરતો હતો. તેનો ઉછેર મુંબઈમાં થયો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીનો છે. એક દિવસ અસલમ તેની બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિ સાથે સ્ટેજ શો જોવા આવ્યો હતો. તેમણે જ રામાનંદ સાગર સાથે અસલમની મુલાકાત કરાવી હતી. સૌથી પહેલા તેને સિરિયલ ‘વિક્રમ બેતાલ’ માં તક મળી હતી.

Image source

અસલમે રામાયણમાં શિવ અને વાલ્મિકીનો રોલ પ્લે કર્યો હતો. બાદમાં અસલમને રામાયણમાં નિષાદનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. રામાયણમાં તમામ રોલ કર્યા બાદ અસલમે અલીફ લૈલા, શ્રી કૃષ્ણા, સૂર્યપુત્ર કર્ણ, મશાલ અને હવાયે જેવી સીરિયલમાં કામ કર્યું છે.

Image source

અસલમ જણાવ્યું હતું કે, ‘એક મુકામ સુધી પહોંચ્યા બાદ મુંબઈથી કોઈ પાછું નથી ફરતું પરંતુ કામ ન મળવાના કારણે મેં ધંધો શરૂ કર્યો. છેલ્લે મેં 2002 માં કામ કર્યું હતું. હાલમાં અસલમ મુંબઈ છોડીને ઝાંસીમાં માર્કેટિંગનું કામ કરે છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

Image source

અસલમ વધુમાં જણાવ્યું હતું કે, ‘લોકો પાસેથી ખબર પડી હતી કે સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. મને લાગે છે કે જો તે સમયે આ પ્રકારનું મીડિયા અને ફોન હોત, તો હું તે સમયે પ્રખ્યાત થઈ શકત. મને સારા પાત્રો મળવાનું શરૂ થયું હોત.’

‘હવે લોકો જોઈ રહ્યા છે તો મારુ કામ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોએ કહ્યું કે હું વાયરલ થઈ રહ્યો છું. ત્યારબાદ પરિવારે ફેસબુક પર જોયું. ખબર નથી કે કેટલા લોકોને તે ગમ્યું છે. સરસ લાગે છે આખરે લોકોએ મને નોટિસ કર્યો છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.