મનોરંજન

BREAKING : મોટો ધડાકો….બાદશાહના દીકરાને હજુ પણ જેલમાં રહેવું પડશે? આવી ગયો ફેંસલો

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ડગ કેસમાં મુશ્કેલીઓ વધી ગઇ છે. તેની જમાનત અરજી પર 13 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. NCB બુધવારે સવારે 11 વાગ્યા સુધી આ મામલે તેમનો જવાબ દાખલ કરશે. આર્યન આ સમયે આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનનો કેસ લડી રહેલ વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ કોર્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત શાહરૂખ ખાનના મેનેજર પૂજા દદલાની પણ કોર્ટ આવી હતી.

NCBના તર્ક પર એડિશનલ સેશન જજે NCBને નિર્દેશ કર્યો કે તે 2 દિવસની અંદર પોતાનો જવાબ તૈયાર કરે. હવે 13 ઓક્ટોબરના રોજ આર્યનની જમાનત મામલે NCBને પોતાનો જવાબ દાખલ કરવો પડશે. જણાવી દઇએ કે, આર્યન ખાનની NCBએ મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ શિપથી ધરપકડ કરી હતી.

Image source

ઉલ્લેખનીય છે કે,  આ પહેલા 8 ઓક્ટોબરના રોજ મુંબઇના મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાનની જમાનત અરજી નકારી દીધી હતી. મેજિસ્ટ્રેટે આર્યનના વકીલ અને NCB વચ્ચે લાંબી ચર્ચા બાદ પોતાનો નિર્ણય સંંભળાવ્યો હતો. મેજિસ્ટ્રેટે આર્યન ખાન સહિત અન્ય બેની અરજી નામંજુર કરતા કહ્યુ કે, આ કેસ મેન્ટેનેબલ નથી.

જણાવી દઇએ કે, આર્યન ખાન 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.આ કેસ મામલે NCBએ વધુ 20 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે વિદેશી નાગરિક પણ સામેલ છે. શનિવારે 9 ઓક્ટોબરના રોજ NCBએ શાહરૂખ ખાનના ડ્રાઇવરને પણ પૂછપરછ માટે બોલાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)