મનોરંજન

છૂટાછેડા થઇ ગયા તો પણ પત્ની મલાઈકા સાથે સંબંધ રાખે છે અરબાઝ, બોલ્યો કે અમારી વચ્ચે હજુ પણ…

બોલિવૂડના જાણીતા અભિનેતા અરબાઝ ખાન અને અભિનેત્રી મલાઇકા અરોરાએ વર્ષ 2017માં એક બીજાને છૂટાછેડા આપ્યા હતા. માર્ચ 2016માં જ અરબાઝે કહી દીધું હતું કે તે હવે મલાઈકાથી અલગ થઈ ગયો છે. એમ તો અરબાઝ ભાગ્યે જ તેની ભૂતપૂર્વ પત્ની મલાઇકા વિશે વાત કરે છે, પરંતુ થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેઓએ તેમના સંબંધો વિશે વાત કરી.

Image Source

મલાઈકાથી અલગ થયા પછી અરબાઝે ઘણા સમય પછી બંનેના સંબંધો વિશે વાત કરી છે. ઇન્ટરવ્યૂમાં અરબાઝે કહ્યું હતું કે, ‘અમારી વચ્ચે બધુ જ બેલેન્સ લાગતું હતું, પણ એવું જરા પણ ન હતું. અમારી વચ્ચે વસ્તુઓ સારી રીતે ચાલી રહી ન હતી. એમ પણ તેમાં કંઈ ખોટું નથી, કારણ કે જો બે લોકો પોતાનું જીવન પોતપોતાની રીતે જીવવા માંગે છે તો તેઓ એવું કરી શકે છે. એમાં તકલીફ જ શું છે.’

Image Source

અરબાઝે કહ્યું, ‘લોકો એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝની સાથે તેમના જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરે છે. તે ભલે સંબંધ હોય કે લગ્ન, આપણને ભરોસો હોવો જોઈએ કે આપણે તેને નિભાવી લઈશું પરંતુ, મનુષ્ય હંમેશા વધુની ઈચ્છા રાખે છે. હું ખુશ છું.’

Image Source

અરબાઝે વધુમાં કહ્યું કે પરફેક્શન એવી વસ્તુ છે જે આપણે હંમેશાં પ્રાપ્ત કરવા માંગીએ છીએ. આ એવી વસ્તુ છે જેના માટે તમારે દરરોજ સખત મહેનત કરવી પડે છે, જેથી તે હંમેશા તમારી સાથે રહે. સંબંધોમાં પણ એવું જ હોય છે. મેં 21 વર્ષો સુધી આ પ્રયાસ કર્યો, પરંતુ હું તેમાં સફળ થઈ શક્યો નહિ, પરંતુ ઠીક છે. મોટાભાગના લોકો તો પ્રયાસ પણ નથી કરતા.’

Image Source

જ્યારે અરબાઝને પૂછવામાં આવ્યું કે શું તે હજી પણ લગ્નોમાં માને છે અને બીજાને પણ લગ્ન કરવાની સલાહ આપવા માંગે છે, તો અરબાઝે કહ્યું- ‘ચોક્કસ, હું લગ્નોમાં વિશ્વાસ કરું છું અને હું લોકોને પણ આવું કરવાની સલાહ આપું છું. લગ્ન જેવી પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી રહી છે.’

Image Source

થોડા દિવસો પહેલા મલાઇકાએ કરીના કપૂરને તેના શો વોટ વુમન વોન્ટમાં કહ્યું હતું કે તે અને અરબાઝ બંને તેમના સંબંધથી ખુશ ન હતા. મલાઇકાએ છૂટાછેડા પહેલાંની રાતની વાત સંભળાવતા કહ્યું, ‘છૂટાછેડાના એક દિવસ પહેલા આખું કુટુંબ સાથે બેઠું હતું. મને પૂછવામાં આવ્યું – શું મને સાચે જ મારા નિર્ણયને લઈને 100% ખાતરી છે. આ એ શબ્દો હતા જે મેં બધા સાથે અને યોગ્ય રીતે સાંભળ્યા હતા.’

Image Source

મલાઈકાએ કહ્યું હતું કે – ‘સાચી વાત છે કે છૂટાછેડા પછી એક માણસ માટે આગળ વધવું સરળ હોય છે. પરંતુ હું જે પ્રકારની વ્યક્તિ છું જેના માટે ખુશી વધુ મહત્વ ધરાવે છે. આ સ્થિતિમાં ફક્ત અમે બે જ લોકો હતા. અમે બંને એકબીજાથી નાખુશ હતા અને તેની અસર અમારી આસપાસના દરેકને પડી રહી હતી. જ્યારે કોઈ દંપતી એક સાથે રહીને ખુશ નથી રહી શકાતું ત્યારે આવું વાતાવરણ તેમના બાળક માટે ખૂબ નુકસાનકારક હોય છે.’

Image Source

જણાવી દઈએ કે વર્ષ 1998માં અરબાઝ અને મલાઈકા લગ્નના બંધનમાં બંધાયા હતા. વર્ષ 2016માં, બંનેએ તેમના જુદા થવાના સમાચાર લોકોની સામે જાહેર કર્યા હતા. અરબાઝથી અલગ થયા પછી મલાઇકા હાલમાં અર્જુન કપૂર સાથેના તેના સંબંધોને કારણે ચર્ચામાં છે. તો સાથે જ અરબાઝ વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.