ખબર

11,300 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ-રાજકોટ વચ્ચેના સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી, માત્ર 2 કલાકમાં કપાશે અંતર, વાંચો વિગત

અમદાવાદ અને રાજકોટ ગુજરાતના બે મુખ્ય શહેરો છે અને આ શહેરો દિવસેને દિવસે વિકાસ પામી રહ્યા છે. રાજકોટ તો ગુજરાતનું સૌથી વધુ ઝડપે વિકાસ પામતું શહેર બની રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે રાજકોટ અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

Image Source

રાજકોટ અને અમદાવાદ વચ્ચે એક વર્ષમાં 50 લાખ જેટલા મુસાફરોની અવર-જવર થાય છે અને આ આંકડો પ્રતિવર્ષ વધતો જાય છે જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદ-રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટને મંજુરી આપી છે, જેનો અંદાજિત કુલ ખર્ચ 11,300 કરોડ રૂપિયા છે.આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ વચ્ચેના હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.

Image Source

રાજ્ય સરકારને જમીન સંપાદન માટે મુશ્કેલી ના રહે અથવા બીજી કોઈ સમસ્યા ના ઉદભવે માટે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47ની બાજુમાં જ આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ કોરિડોર બનાવવામાં આવશે તેવો પ્રસ્તાવ પણ મુકાયો છે.

Image Source

રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રના અને બીજા ઘણા શહેરોને રેલવેની કનેક્ટિવિટી મળી રહેશે. મુસાફરોને સમય સાથે ઇંધણની પણ બચત થશે કારણ કે આ રૂટ ઉપર ટ્રેનો 160 કી.મી.ની ઝડપે દોડશે અને રાજકોટ થી અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં જ પૂર્ણ કરશે.

Image Source

મુખમંત્રી આ પ્રોજેક્ટને જલ્દી અમલમાં લાવવા માટે ઈચ્છે છે. આ પ્રોજેક્ટનું કામ અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ કોરિડોરના કામ સાથે જ શરૂ થઇ જાય તે માટે કેટલાક સર્વે પણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 11,300 કરોડ છે જેમાં જમીન સંપાદન અને સ્ટેશન સહિતના તમામ ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Image Source

રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ દ્વારા આગામી 30 વર્ષ સુધી 2300 ડાયરેક્ટ અને 7300 ઈનડાયરેક્ટ નોકરીઓની તકો ઉભી થવા જઈ રહી છે.

આ પણ જુઓ વિડીયોમાં વંદે ભારત એક્સપ્રેસ:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.