મનોરંજન

તારક મહેતાની અંજલિ ભાભીએ જણાવ્યું શો છોડવાનું અસલી કારણ, વાત-વાતમાં છલકાઈ ઉઠયું દર્દ

સબ ટીવીનો સૌથી પોપ્યુલર શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લા થોડા સમયથી ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે. આ શોમાં 12 વર્ષથી ‘અંજલિ ભાભી’નો રોલ નિભાવતી એક્ટ્રેસ નેહા મહેતાએ આ શોને અલવિદા કહી દીધું છે. આ શોમાં નેહા મહેતાની જગ્યાએ સુનૈના ફોજદારને રિપ્લેસ કરી છે. નેહાએ આ શો છોડયા બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે એક સેલિબ્રિટી છે તેથી આ શોમાં હતી ના કે આ શોને કારણે સેલિબ્રિટી બની છે.

Image source

આટલું જ નહીં નેહાએ આ શો છોડયા બાદ ટાઈમ્સ ઓફ ઇંડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને સેટ પર કહેવામાં આવ્યું હતું કે, કામ કરવું હોય તો કરો નહીં તો છોડી દો. મેકર્સે નેહાને એ પણ કહ્યું હતું કે, તે કામ નહીં કરે તો તેની પાસે નેહાનું રિપ્લેસમેન્ટ છે. આ સમયે નેહાએ શો છોડવાનું મન બનાવી લીધું હતું.

નેહા મહેતાએ ઇશારામાં એમ પણ કહ્યું કે સેટ પર ‘જૂથવાદ’ જેવો માહોલ બની ગયો હતો. નેહાના કહેવા પ્રમાણે, જ્યારે વાત ત્યાં સુધી પહોંચી ત્યારે મને લાગ્યું કે બસ હવે અહીં જ રોકાઈ જવું જોઈએ.

Image source

નેહાના કહેવા પ્રમાણે, દરેક લોકો મને સમજાવતા રહ્યા પરંતુ કોઈ પણ કામમાં ટીમ વર્ક હોય છે અને દરેકએ તેમાં ભાગ લેવો જોઈએ. પરંતુ હું મારી સાથે મારી રિસ્પેક્ટ કરવા માંગુ છું જયારે તે ના મળે ત્યારે ફેંસલો કરવો પડે છે.

Image source

નેહાએ કહ્યું, મેં તારક મહેતા પહેલા પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. તારક મહેતાને કારણે હું સેલિબ્રેટ નથી થઇ હું સેલિબ્રિટી હતી તેથી તારક મહેતામાં કામ કરી રહી હતી.

Image source

નેહાએ કહ્યું- આ એક એવો શો હતો જેણે મને કામ આપ્યું, કમાવવાની તક આપી. હું અસિત મોદીને ખૂબ સન્માન કરું છું. તો શો સાથે સંકળાયેલા અન્ય લોકો માટે પણ મનમાં રિસ્પેક્ટ છે. જો કે, અગાઉ ખબર આવી હતી કે, નેહા મહેતાના શો છોડવાનું સૌથી મોટું કારણ કરિયરછે. નેહાએ તેની કરિયરને વધુ સારી તક મેળવવા માટે આ નિર્ણય લીધો છે કારણ કે જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી નેહા આજ દિવસ સુધી એક જ રોલ નિભાવતી આવી છે.

Image source

નેહા મહેતા પહેલા આ શોની લીડ એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફ દયા ભાભીઆ શો છોડી ચુકી છે. એક્ટ્રેસએ તેની ગર્ભાવસ્થાને કારણે ત્રણ વર્ષ પહેલાં મેટરનિટી લિવ લીધી હતી, પરંતુ હવે તે પાછી નથી આવી. તેની પરત ફરવાની અનેક વાર અટકળો પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કંઇ નિર્ણય લેવાયો નથી.

Image source

જણાવી દઈએ કે, તારક મહેતાની ઉલ્ટા ચશ્મા ફરી ટીવી પર આવી છે. લોકડાઉન દરમિયાન શૂટિંગ બંધ કરાયું હતું અને નવા એપિસોડ આવ્યા ન હતા. હવે શો ચાલુ થયો છે પરંતુ એક પછી એક કલાકારોએ શો છોડવાના કારણે મુશ્કેલી થઈ શકે છે.

Image source

આ વર્ષે 28 જુલાઈએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના 12 વર્ષ પૂરા થયા છે. અત્યાર સુધી આ શોના 3006 એપિસોડ ઓન એર થઇ ચુક્યા છે. 2008માં શરૂ થયેલ આ શોનું નિર્માણ અસિત કુમાર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. અંજલિ ભાભીનું પાત્ર હવે સુનૈના ફોજદાર નિભાવી રહી છે.

Image source

અસિત મોદીએ જણાવ્યું હતું કે, નેહાએ આ શોમાં પરત ફરવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ ફરીથી તેને શોમાં લેવી સંભવ ના હતી. તેને કહ્યું હતું કે, બધું જ થી ચૂક્યું છે, રિપ્લેસમેન્ટ પણ થઇ ચૂક્યું છે. જે કલાકારને લેવામાં આવી છે તે પણ સારું કામ કરી રહી છે. આ બિલકુલ સંભવ ના હતું કે એક વાર કાસ્ટ થયા બાદ તેને હટાવી દેવામાં આવે.