ફિલ્મી દુનિયા

બૉલીવુડના આ દિગ્ગજ એક્ટરના ઘરે તૂટ્યો દુઃખનો પહાડ, અચાનક નિધનથી ભાંગી પડયો એક્ટર

લાગે વર્ષ 2020 બહુ જ ખરાબ રીતે પસાર થઇ રહ્યું છે. એક બાદ એક દિગ્ગ્જ સિતારાઓ આ દુનિયાને અલિવદા કહી રહ્યા છે.બૉલીવુડ એક્ટર અજય દેવગણના ઘર પર દુઃખનો પહાડ તૂટી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes Photogallery (@etimesphotogallery) on

બોલિવૂડ એક્ટર અજય દેવગણના ભાઈ અનિલ દેવગણે આ દુનિયાને અલવિદા કહ્યું છે. ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને અજય દેવગણ ભાંગી પડ્યો છે. અજયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને દુખ વ્યક્ત કર્યું છે. અજય દેવગણની પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે તેમના ભાઇના અવસાનથી ઊંડા શોકમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Page 3 Digital (@page3digital_) on

અજય દેવગણના કઝીન ભાઈ અનિલ દેવગણની તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘ગઈકાલે રાત્રે મારા ભાઈને ખોઈ દીધો છે. તેના અકાળે અવસાનથી પરિવાર ગમગીન છે. અજય દેવગણ ફિલ્મ્સ અને હું તેની કમીને અનુભવીશ. આત્મા માટે પ્રાર્થના કરો. કોરોના વાયરસ રોગચાળાને કારણે કોઈ પણ વ્યક્તિગત શોક સભાઓ યોજાશે નહીં. ‘

 

View this post on Instagram

 

A post shared by Nedrick News (@nedricknews) on

જણાવી દઈએ કે, અજય દેવગણે ભાઈના મોતનું કારણ જણાવ્યું નથી. તો અજય દેવગણે આ ખરાબ સમાચાર શેર કર્યાની સાથે જ તેના ફેન્સે તેમને હિંમત આપવાનું શરૂ કરી દીધું. લોકો અનિલ દેવગનની આત્મા શાંતિની પ્રાર્થના કરી રહ્યા છે. તો ઘણા ફિલ્મી સિતારાઓએ પણ અનિલ દેવગણને યાદ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

જણાવી દઈએ કે 45 વર્ષિય અનિલ દેવગણ ઘણી બોલિવૂડ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ડાયરેક્ટર રહ્યા છે. અનિલ દેવગણએ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે 1996 માં આવેલી ફિલ્મ જીતથી શરૂઆત કરી હતી. તે પછી અજય દેવગણની ફિલ્મ જાન, ઇતિહાસ, પ્યાર તો હોના હી થા, હિન્દુસ્તાનકી કસમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહ્યા હતા. તેમણે રાજુ ચાચા, બ્લેકમેલ, હાલ એ દિલ જેવી ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: