લેખકની કલમે

અને માહી બગાવત પર ઉતરી…. સામાન પેક કરી હંમેશા માટે ઘર છોડી જતી માહી એના મમ્મી પાપા ને “હું જઉં છું….

માહી ઘર છોડી ને જતી હતી….એના માટે હવે એ ઘર માં એના મમ્મી પાપા સાથે રહેવું શક્ય નહતું..,
જુના વિચારો ધરાવતા એના માતા પિતા હવે માહી ના સપના અને કરીઅર વચ્ચે નડતર રૂપ સાબિત થવા લાગ્યા….

મોડલિંગ કરતી માહી હવે પોતા ની લાઈફ પોતાના રીતે જીવવા માંગતી હતી.., એક શહેર માં અલગ અલગ રહેવા ની ઈચ્છા ધરાવતી માહી ની આ ઈચ્છા મમ્મી ને ખોટી લાગી, અને પાપા એ એ વાત માટે મંજૂરી ન આપી….

અને માહી બગાવત પર ઉતરી….

સમાન પેક કરી હંમેશા માટે ઘર છોડી જતી માહી એના મમ્મી પાપા ને “હું જઉં છું…. એ કેહવા સમાન નીચે કાર માં મૂકી , એક બેગ ના બહાને પાછી ઘર માં આવી….

મમ્મી દીવાલ નો ટેકો અને આંખ માં આંશુ રાખી ઉભા હતા, પાપા સોફા પર બેઠા હતા…

માહી અંદર આવી…પોતાના રૂમ માંથી બેગ ખભે લટકાવી ફરી હોલ માં આવી, એને મમ્મી પાપા સામે જોયું , પણ કોઈ એ માહી સામે ન જોયું…
માહી ઘણી હિંમત કરી ને બોલી, “મમ્મી પાપા , હું જઉં છું, …

મમ્મી કે પાપા કોઈ એ માહી સામે ન જોયું…માહી ના આંખો માં પાણી આવી ગયા…

એને પોતાના ખુલ્લા વાળ પર હાથ ફેરવ્યો અને આગળ આવી ગયેલ વાળ ને પાછળ ધક્કો માર્યો , સાથે સાથે એક ઊંડો શ્વાસ લીધો…, માહી પોતાના ડાબા હાથ ના આંગળા અને અંગુઠા ને એક બીજા સાથે મળસતી હતી…

મમ્મી એ એની આંગળીઓ તરફ નજર કરી…પછી માહી સામે જોયું…, એનો ચહેરો ઘણું કેહવા મથતો હતો…

પણ
મમ્મી આડું જોઈ ગયા, ત્યાં જ માહી બોલી,….” ….મને ખબર કે તમને આ મારું ડીસીઝન નથી ગમતું , તમને તો શું દુનિયા ના કોઈ પણ મા બાપ એ ન ઈચ્છે કે એની દીકરી ઘર છોડી ને જાય…,
તમને એમ થતું હશે કે કેવી દીકરી ને જન્મ આપ્યો..અને ઘણા બધા નેગેટિવ વિચારો મારા માટે આવતા હશે…, હું સમજુ છું એ બધું…તમે તમારી જગ્યા એ સાચા છો અત્યારે… પણ તમે મને નથી સમજી શકતા….
મારી પણ લાઈફ છે…અને હું એને મારી રીતે જીવવા માંગુ છું… તમારું ગાઈડન્સ મને સ્વીકાર્ય છે પણ બંધાણ નહીં.

માહી આટલું બોલી…પણ સામે કોઈ કાંઈ ન બોલ્યું…માહી આગળ કાંઈ ન બોલી શકી…અને ત્યાં થી ચાલતી થવા લાગી….

મતલબ સલાહ જોઈએ છીએ પણ જ્ઞાન નહીં , બંધાણ મતલબ રોક ટોક નહીં, જ્યારે તું …ના રહેવા દઉં એ વાત, કે તું નાનકડીક હતી ત્યારે અમે તને વાતે વાતે રોકટોક અને બંધાણ ન કર્યું હોત તો તું અહીંયા ન હોત અને બીજું ઘણું બધું….ગણાવા બેસીસ એ વાતો તો ઘણી લાંબી થશે… જે વાતો તું પણ સારી રીતે જાણે છે…..પણ ના આજે હું એ વાતો યાદ કરાવી ઇમોશનલ નહીં કરું તને….

પણ બેટા તાળી એક હાથે ન વાગે ક્યારેય… જેમ સિક્કા ની બે બાજુ હોય એમ જ …અમે બંધાણ ને રોક ટોક કરીએ , એ એક જ બાજુ ને તું ધ્યાન માં લે છે ,બીજી બાજુ તું જોતા અને એના વિશે વિચારતા જ ભૂલી ગઈ….
મમ્મી ધીરે થી બોલી.

માહી થોડી નરમ પડી..મમ્મી ના એ શબ્દો સાંભળતા , એને પાર્ટી માટે કામ નું બહાનું કરી , કામ પર લેટ થશે એ બહાનું કરી ફ્રેન્ડ્સ ભેગું ફરવું , ખોટું બોલી કોઈક વખત પીધેલ સિગરેટ…

અને બીજી ઘણી એવી વાતો યાદ આવવા લાગી….અને એ વાત નો અફસોસ થવા લાગ્યો…,

ત્યાં મમ્મી ફરી એક વખત બોલી…, અમારા વિચારો તને નડે છે તો તારું ખોટું બોલવું અમને પણ ખૂંચે છે , તને અમારા પ્રત્યે થી બંધાણ મળતું લાગે છે તો અમને પણ તારા પ્રત્યે થી અમને નકારવા ની એ વૃત્તિ તારા થી દુર કરે છે…

જેવું કરશો એવું સામે ભરશો….

મમ્મી એ બધો ગુસ્સો એની આ વાત માં ઠાલવી દીધો….

ઘર માં ચારે તરફ શાંતિ છવાઈ ગઈ…માહી દરવાજા તરફ મોઢું કરી ઉભી રહી…

મમ્મી થોડા શાંત પડ્યા અને બોલ્યા…, બેટા વસ્તુ જૂની થઈ જાય તો એને છોડી દેવામાં આવે છે…, પણ માણસ …
માણસ જુના થઈ જાય તો એમને છોડાતા નથી…, અને માણસ ની વિચારસરણી જૂની થઈ જાય તો એ માણસ ને નહીં જૂની વિચારસરણી ને બદલી દેવાય…..

માહી કાંઈ બોલ્યા વગર ત્યાં થી ચાલતી થઈ ગઈ…એના મમ્મી બસ જોતા રહી ગયા….પાપા ચૂપ ચાપ બેઠા રહ્યા..મમ્મી એના પતિ પાસે જઈ એના ખભે માથું રાખી રડવા જતા હતા ત્યાં દરવાજા પાસે થી અવાજ આવ્યો ,

ચાલો સાથે મળી સિક્કા ની બંને બાજુ જોઈએ…

અવાજ સાંભળી મમ્મી અને પાપા બંને હરખાય…પાછળ ફરી જોયું, એ આવજ માહી નો હતો.એ દરવાજા પાસે હાથ માં બેગ અને બીજો સમાન લઈ ઉભી હતી…,

મમ્મી દોડતી માહી પાસે ગઈ એને ગળે લગાવી લીધી…..

થોડી ક્ષણો પછી માહી ને અંદર લઈ આવી..અને ત્યાં જ એના પાપા બોલ્યા, ચાલ બેટા જૂના માણસો ની જૂની વિચારસરણી ને થોડી નવી બનાવા ની શરૂઆત કરીએ…….

અને માહી દોડતી એના પાપા ને ગળે મળી……

લેખક – મેઘા ગોકાણી
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks