મનોરંજન

સ્ટેજ પર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અભિનેત્રી આલિયા ભટ્ટ, આ હતું કારણ

બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. કયારેક આલિયા ભટ્ટ તેના અને રણબીર કપૂરના સંબંધને લઈને તો કયારેક તે લગ્નને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ આલિયા ભટ્ટ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે આલિયા ભટ્ટ તેના વીડિયોને લઈને ચર્ચામાં આવી છે.

હાલમાં જ આલિયા ભટ્ટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે જોર-જોરથી રડતી નજરે ચડે છે. આ વિડીયો કોઈ શૂટિંગ સેટનો કે નાટકનો નથી પરંતુ આ વિડીયો એક વુમન સેમિનારનો છે. જ્યાં આલિયા ભટ્ટ સ્ટેજ પર ઈમોશનલ થઇ ગઈ હતી. આલિયા ભટ્ટ તેની બહેન શાહીન ભટ્ટના પુસ્તક ‘ આઈ હેવ નેવર બિન અન હેપીયર’ ને લઈને વાત કરતી હતી. તે દરમિયાન તે ઈમોશનલ થઇ ગઈ હતી. આ પુસ્તકમાં શાહીને ડિપ્રેશનની કહાની લખી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, આલિયા ભટ્ટ રડી રહી છે અને તેની બાજુમાં તેની બહેન શાહીન બેઠી છે. શાહીન તેની બહેન આલિયા ભટ્ટને શાંત કરવાની ઘણી કોશિશ કરી રહી છે. પરંતુ આલિયા લગાતાર રડી રહી છે. આલિયા ભટ્ટનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ ગયો છે. આ ઇવેન્ટ દરમિયાન આલિયા ડિપ્રેશનને લઈને વાત કરી રહી હતી તે દરમિયાન ઈમોશનલ થઇ ગઈ હતી. આ સમયે શાહીન આલિયાને શાંત કરવાની ઘણી કોશિશ કરી રહી છે.

જણાવી દઈએ કે, આલિયા ભટ્ટની બહેન શાહીન 13 વર્ષની ઉંમરમાં ડિપ્રેશનથી પરેશાન છે. શાહીને ઘણી વાર સોશિયલ મીડિયામાં તેના ડિપ્રેશનને લઈને વાત કરી હતી. ત્યારે હવે શાહીને એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં તેને તેની કહાની લખી છે. આ પુસ્તકને લઈને આલિયાએ પોસ્ટ પણ કર્યું હતું અને ઇવેન્ટ દરમિયાન આલિયાએ કહ્યું હતું કે, હું મારી બહેન સાથે રહ્યા બાદ પણ તેને લખેલુ પુસ્તક વાંચ્યા બાદ જ તેની ભાવનાઓને સમજી હતી.

 

View this post on Instagram

 

Emotional #AliaBhatt with sister #ShaheenBhatt for a women’s seminar in Mumbai today #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

સામાન્ય રીતે તો આલિયા તેની બહેનથી વધારે અટેચ છે. ઘણી વાર આલિયા અને શાહીન સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ એકબીજા માટે પોસ્ટ કરતા રહે છે. હાલમાં જ શાહીનનો બર્થડે હતો. ત્યારે આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર બન્નેની એક બાળપણની તસ્વીર શેર કરીને એક ઈમોશનલ નોટ લખી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.