મનોરંજન

પોતાના લગ્નમાં સ્વર્ગથી આવેલી અપ્સરા લાગી રહી હતી એશ્વર્યા, જુઓ મહેંદીથી લઈને વિદાઈ સુધીનો આલ્બમ

ઐશ્વર્યા -અભિષેકના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. 2007માં આ કપલ લગ્ન જીવનમાં બંધાયા હતા. અભિષેક બચ્ચનઐશ્વર્યા છે. બોલિવૂડના એક સૌથી પ્રિય કપલ ગણાતા હતા. તેમની લવ સ્ટોરી ફિલ્મો કોઈ ફિલ્મથી ઓછી નથી. ચાલો આજે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન આલ્બમ જોઈએ.

ઐશ્વર્યા રાયના લગ્ન હિંદુ રિવાજો સાથે થયાં હતાં અને લગ્નનાં તમામ કાર્યો અમિતાભ બચ્ચનના બંગલા પ્રતિક્ષામાં ધૂમધામથી સાથે કરવામાં આવ્યાં હતાં. હોટલ તાજમાં રિસેપ્શન આપવામાં આવ્યું હતું.

એક મુલાકાતમાં અભિષેકે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2007 માં ટોરોન્ટોમાં ફિલ્મ ‘ગુરુ’ ના પ્રીમિયર પછી તેને ઐશ્વર્યાને હોટલની બાલકનીમાં પ્રપોઝ કર્યું હતું. અભિષેકે કહ્યું, “એશને પ્રપોઝ કરતી વખતે હું એકદમ ગભરાઈ ગયો હતો, પણ હિંમત કરીને મેં તેને મારું હૃદયની કહી અને એશ હા કહેવામાં થોડી વાર પણ નહોતી લેધી.”

મહેંદી સમારોહમાં ઐશ્વર્યા પિંક કલરનું આઉટફિટ પહેર્યું હતું જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે ઐશ્વર્યા તેના લગ્ન વિશે વાત કરતા કહ્યું કે, ‘આ બધું અચાનક થઇ ગયું હતું.’

સંગીત સમારોહમાંમાં અમિતાભ બચ્ચન અને શ્વેતા બચ્ચન બંને ડાન્સ કરતા જોવા મળ્યા હતા રહ્યા છે. અમિતાભે વ્હાઇટ-ગોલ્ડન કલરની શેરવાની પહેરી હતી જ્યારે શ્વેતાએ પણ આ જ રંગની સાડી પહેરી હતી.

સંગીત સમારોહમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ પરફોર્મન્સ કર્યું હતું . અભિષેક અને એશ્વર્યા તેને જોઈ રહ્યા છે. તસવીરમાં આ  સમારોહમાં  રિશી ઋષિ કપૂરની બહેન રીમા જૈન પણ જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચને તેના લગ્નમાં 75 લાખ રૂપિયાની સાડી પહેરી હતી. આ સાડીમાં ઐશ્વર્યા કોઈ અપ્સરાથી ઓછી ન હતી લાગતી. આ સાડી વિશેષ ડિઝાઇનર નીતા લુલા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. અભિષેક બચ્ચને અબુ જાની અને સંદિપ ખોસલાની ડિઝાઇન્સ પહેરી હતી.

એવું કહેવામાં આવે છે કે અભિષેક અને કરિશ્મા કપૂરની 2002 માં સગાઈ થઇ હતી, પરંતુ 2003 માં તે તૂટી ગઈ. આનું કારણ ઐશ્વર્યા હતી. ‘ધાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003) દરમિયાન અભિષેક-ઐશ્વર્યા મિત્રો બન્યા હતા, પરંતુ ‘બંટી ઓર બબલી’ના કજર રે ગીતની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો . તે 2005 માં રિલીઝ થઇ હતી . બાદમાં ‘ઉમરાવ જાન’ (2006) અને ‘ગુરુ’ (2007) તેમને નજીક આવ્યા હતા.

ઐશ્વર્યા અને અભિષેકે સાત વર્ષમાં ‘ધાઈ અક્ષર પ્રેમ કે’ (2000), ‘કુછ ના કહો’ (2003), ‘બંટી ઓર બબલી’ (2005), ‘ઉમરાવ જાન’ (2005), ‘ધૂમ -2’ (2006) ), અને ‘ગુરુ’ (2007) સહિત 6 ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. તે જ સમયે, ‘સરકાર રાજ’ (2008) અને ‘રાવણ’ (2010) બે ફિલ્મ લગ્ન પછી રિલીઝ થઈ હતી. આ પછી ઐશ્વર્યા ફિલ્મ ‘ગુઝારિશ’ (2010) માં દેખાઈ હતા, પરંતુ તે પછી તેણે અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફિલ્મોથી અંતર રાખ્યું હતું.

પછી ઐશ્વર્યા 2015 માં ‘જાઝબા’ ફિલ્મ સાથે ફરીથી ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તેના પછી તેને ‘સરબજિત’ (2016) અને ‘એ દિલ હૈ મુશકિલ’ (2016) માં પણ જોવા મળી હતી.

અભિષેકની વાત કરીએ તો તે ફિલ્મોમાં એટીવ છે તેને ‘રાવણ’ પછી ‘ધૂમ -3’, ‘હેપ્પી ન્યૂ યર’, ‘હાઉસફુલ -3’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો પરંતુ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લગ્ન પહેલા બચ્ચન પરિવાર ઐશ્વર્યા સાથે વિશેષ વિધિ માટે વારાણસીના સંકટ મોચન અને વિશ્વનાથ મંદિર ગયો હતો. ઐશ્વર્યા કુંડળીમાં એક મંગલ દોષ હતો, જેના નિવારણ માટે બચ્ચન પરિવારે પૂજા કરી હતી. આ પછી, બંનેએ 20 એપ્રિલ, 2007 ના રોજ લગ્ન કર્યા. અભિ-એશ હનીમૂન મનાવવા યુરોપ ગયો હતો.

જણાવી દઈએ કે લગ્નમાં મીડિયા પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. લગ્નની ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ તસવીરો તસ્વીરો બહાર આવી હતી.

દંપતીના ચાહકો લાંબા સમયથી તેમને સાથે સ્ક્રિનમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે આ બંને અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં સાથે જોવા મળશે પણ પછી આ ખબરો ઠંડી પડી ગઈ હતી.