ગુજરાતમાં ફરી દિવાળી વાળી જ ઘટનાઓ બનવા લાગી, મૃતદેહ લઈ 4 કલાક ફર્યો પરિવાર
ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ એકવાર ફરીથી કોરોનાનો રાફળો ફાટી નીકળ્યો છે. એવામાં હોસ્પિટલો પણ ફૂલ થઇ રહી છે અને લોકોની મૌતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. સ્મશાનોમાં પણ કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. (અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

એવામાં આવી જ એક ઘટના અમદાવાદના મણિનગરમાંથી સામે આવી છે જ્યા કોરોના સંક્રમિત એક મહિલાના અંતિમ સંસ્કાર માટે પરિવારના લોકોને ભારે મથામણ કરવી પડી હતી.

મળેલી જાણકારીના આધારે રેલવે કમર્ચારી સુરેન્દ્ર ડાંગરેની 50 વર્ષની પત્ની કોરોનાને લીધે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને આગળના ગુરુવારે તેનું મૌત થયું હતું. જો કે પત્નીના નિધન બાદ તેનો પતિ અંતિમ સંસ્કાર કરવા માટે સતત જુદા જુદા સ્મશાનમાં એમ ચાર કલાક સુધી ભટક્યો હતો.

બે જગ્યા પર ઇલેક્ટ્રિક અને સીએનજી સ્માશન સુવિધા બંધ હતી અને એક સ્મશાનમાં વેઈટીંગ હોવાથી ત્રણ કલાક જેટલો સમય લાગવાની વાત કહી હતી અને અંતે 20 કિલોમીટર સુધી ફર્યા પછી ઈસનપુર વિસ્તામાં અગ્નિ સંસ્કાર આપવાની વ્યવસ્થા થઇ શકી હતી.