ખબર

શું 1મેથી નહિ મળે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન ! જાણો વિગત

ગુજરાતમાં હાલ કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે અને આ વચ્ચે રાજયમાં તથા દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાલ 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં નહી આવે તેવા અહેવાલ મીડિયામાં સામે આવી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

જો કે હાલ 45 વર્ષથી વધુ વયના લોકોની રસીકરણ ચાલુ રહેશે. રસીનો જથ્થો આવ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા લોકોને વેક્સિન અપાશે. વેક્સિન લેવા માટે લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે ત્યારે હાલ 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસી નહી મળે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પર પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે 1 મેથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વેક્સિનેશનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે તે પાછળ ઠેલાશે તેમ લાગી રહ્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

આ અંગે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. ગુજરાતમાં જથ્થો આવ્યા બાદ જ વેક્સીનેશનની કામગીરી ફરીથી શરૂ થશે. જોકે, હાલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તો ચાલુ જ રહેશે.