રસોઈ

આવી રીતે બનાવો બહાર જેવી લીલી ચટણી, બનાવી દેશે સેન્ડવીચ સુપર ટેસ્ટી – ક્લિક કરીને વાંચો રેસિપી

લીલી ચટણી કોઈ પણ વસ્તુની સાથે ખાઈ શકાય છે. લીલી ચટણી કોઈ પણ વસ્તુને સ્વદિષ્ટ બનાવી દે છે. લીલી ચટણીનો વધારે ઉપયોગ સેન્ડવીચની વચ્ચે લગાવામાં આવે છે તેના કારણે સેન્ડવીચના ટેસ્ટી બનાવે છે. પરંતુ આ ચટણી બીજી બધી ચટણી કરતા વધારે ટેસ્ટી હોય છે. તો ચાલો જાણીએ બહાર જેવી ટેસ્ટી લીલી ચટણી બનાવની રીત.

Image Source

જરૂરી સામગ્રી :

 • 4 ટેબલ સ્પૂન બુંદી
 • 1 ટેબલ સ્પૂન શેકેલી ચણાની દાળ
 • 3 ટેબલ સ્પૂન પાણી
 • 4  કળી લસણની
 • 10 લીલા મરચાં
 • 1 આદુનો ટુકડો
 • 1/2 ટીસ્પૂન જીરું
 • 1 મુઠ્ઠી ડાળખીવાળા ધાણાના પાન
 • 1 ટેબલ સ્પૂન મીઠું
 • થોડા ફુદીનાના પાન
 • 1 લીંબુનો રસ
 • 1/4 કપ પાણી
 • મિક્સર / ગ્રાઈન્ડર
Image Source

ચટણી બનાવની રીત:

 • મિક્સરના જારમાં સૌથી પહેલા બુંદી, ચણાની દાળ અને 3 ચમચી પાણી નાખી 2-3 મિનિટ રાખી દો, જેથી બુંદી અને દાળ પાણીમાં ફોગી જાય.
 • તેના પછી જારમાં લીલા મરચાં, આદુ, લસણ, જીરું, ધાણાના પાન, ફુદીનાના પાન, લીંબુનો રસ, પાણી, મીઠું નાખો.
 • જારને બંધ કરી 1 મિનિટ સુધી પીસીલો.
 • તૈયાર પેસ્ટને એક કટોરામાં કાઢી લો.
 • જો મીઠી ચટણી બનાવી હોય તો કટોરામાં થોડી ખાંડ નાખી દો.
 • આ ચટણીને તેમે સેન્ડવીચમાં લગાવીને, ખમણ, સમોસા, દાબેલી સાથેઉપયોગ કરી ભોજનના ટેસ્ટનો આનંદ ઉઠાવો.
Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks