7 મે 2019 અક્ષયતૃતીયાના દિવસે હળદરનો આ એક મહા ઉપાય કરો અને તમે માલામાલ થઈ જશો…

0

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા એટલે કે અક્ષય તૃતીયા. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય એટલે કે ક્યારે પણ ક્ષય ન હોય તે. અક્ષયતૃતીયાના દિવસે સિદ્ધિ મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દાન, સ્નાન, યશ, જપનુ મહત્વ છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

અક્ષયતૃતીયાના દિવસે આ ઉપાય કરો…

1) સોના ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવી –

Image Source

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે અક્ષયતૃતીયાના દિવસે સોના ચાંદીની વસ્તુ અથવા ઘરેણાં ખરીદવા શુભ માનવામાં આવે છે. કારણકે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

આ દિવસે જો સંભવ હોય તો સોના ચાંદીના બનેલી મા લક્ષ્મીની ચરણપાદુકા ઘરે લાવી અને તેની નિયમિત પૂજા અર્ચના કરવી જેથી મહાલક્ષ્મીજી ઘરમાં સદૈેવ નિવાસ કરશે.

2) હળદરથી મા લક્ષ્મીજીને તિલક કરવુ –

Image Source

શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે હળદર ખૂબ જ સુખ અને ગુણકારી અને મંગળકારી માનવામાં આવે છે. આ ઔષધની સાથે સાથે દૈવીય ગુણોથી ભરપૂર છે. શુભ કાર્યમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

અક્ષયતૃતીયાના દિવસે કેસર અથવા હળદરથી મા દેવી લક્ષ્મીજીની પૂજા કરવી તેમજ તેમના ચરણમાં હળદર અર્પણ કરવાથી આર્થિક પરેશાનીથી છુટકારો મળશે. અક્ષય તૃતીયાના દિવસે હળદરનો આ ઉપયોગ શુભ માનવામાં આવે છે.

3) ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો –

Image Source

અમુક ઘરમાં લક્ષ્મીજીની દરરોજ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે સંધ્યાકાળ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી ધનની દેવી મા લક્ષ્મીજી પ્રસન્ન થઈને વ્યક્તિ પાસે સ્થિર રહે છે. અને વ્યક્તિના જીવનમાં ધન-ધાન્યની ખોટ ક્યારે પણ આવતી નથી.

4) ઘરમાં તુલસીનો છોડ લગાવો – 

Image Source

કોઈ પણ સારું કામ કરવાની શરૂઆત અક્ષયતૃતીયાના દિવસે કરવામાં આવે છે પ્રાચીન માન્યતા અનુસાર તુલસીની સેવા કરવાથી વ્યક્તિના જીવનમાં ધન-ધાન્યની ક્યારેય નથી આવતી જે ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ હરા ભર્યો રહે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે.

અક્ષયતૃતીયાના દિવસે તુલસીના છોડ લગાવો તેમજ નિયમિતરૂપે ત્યાં દીવો પ્રગટાવો જેનાથી મા લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

5) મંદિરમાં નાળિયેર સ્થાપિત કરવુ – 

Image Source

એક આંખવાળા નારિયેળને એકાક્ષી નાળિયેર કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે એકાક્ષી નાળિયેરમા લક્ષ્મીજીનો વાસ રહેલો છે.

અક્ષય તૃતીયાના દિવસે મા લક્ષ્મીજીની પૂજા કરી તેમને સમક્ષ એકાક્ષી નાળિયેર મંદિરમાં સ્થાપિત કરી તેની પૂજા અર્ચના કરવી. એવું કરવાથી તમારા જીવનમાં આર્થિક સંકટ દૂર થશે.

6) અક્ષય તૃતીયા પર કોડિયો ખરીદવી –

Image Source

માન્યતા છે કે મા લક્ષ્મીજીને કોડિયો ખૂબ જ પ્રિય છે. એટલા માટે અક્ષયતૃતીયાના દિવસે કોડીયો ખરીદવાં.

શાસ્ત્રોની માનીએ તો અક્ષયતૃતીયાના દિવસે શુભ મુહૂર્તમાં કોડીયો કરીને ઘરે લાવે અને તેને લાલ કપડામાં બાંધી પૂજાસ્થળ રાખી તેની પૂજા કરવી. અક્ષયતૃતીયાના દિવસે આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થશે અને ધન-ધાન્યની ખોટ નહીં આવે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here