ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલના દિવસોમાં ફિલ્મો કરતા વધારે તેઓના લવ અફેર વધારે ચર્ચામાં રહે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાનાથી નાની ઉંમરના બૉયફ્રેન્ડ બનાવ્યા છે. જેમાના અમુક લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે જ્યારે અમુક કરી રહ્યા છે ડેટ.
1. ઐશ્વર્યા રાય બચ્ચન:
વર્ષ 2007 માં ઐશ્વર્યા રાયએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, હાલ બંન્નેની દીકરી પણ છે. જણાવી દઈએ કે અભિષેક ઐશ કરતા 2 વર્ષ નાનો છે.
2. બિપાશા બાસુ:
બોલીવુડની હૉટ અભિનેત્રી બિપાશા બાસુએ ટીવીના અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. કરણ સિંહ બિપાશા કરતા ઉંમરમાં 4 વર્ષ નાનો છે.
3. સોહા અલી ખાન:
સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને અભિનેતા કૃણાલ ખેમુ સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા. કૃણાલ ખેમુ સોહા કરતા ઉંમરમાં 4 વર્ષ નાનો છે.
4. ફરાહ ખાન:
બૉલીવુડ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા છે, બંન્નેના ત્રણ બાળકો પણ છે.
5. પ્રિયંકા ચોપરા:
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018 માં અમેરિકી સિંગર અને અભિનેતા નિક જૉનસ સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નિક પ્રિયંકા કરતા ઉંમરમાં 10 વર્ષ નાનો છે.
6. મલાઈકા અરોરા:
બૉલીવુડમાં પોતાની ફિટનેસને લીધે ચર્ચામાં રહેનારી અભિનેત્રી મલાઈકા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંન્ને પોતાના રિલેશનને લીધે હંમેશા ચર્ચામાં બનેલા રહે છે. અર્જુન કપૂર મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે.
7. સુષ્મિતા સેન:
અભિનેત્રી સુષ્મિતા સેન રોહમન શૉલ સાથેના રિલેશનને લીધે ચર્ચામાં બની રહે છે. બંન્ને મોટાભાગે એકબીજા સાથેની રોમેન્ટિક તસ્વીરો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે રોહમન એક મૉડલ છે અને તે સુષ્મિતા કરતા ઉંમરમાં 16 વર્ષ નાનો છે.