નવરાત્રીની રાહ જોતા જોતા નવરાત્રી પૂર્ણ થવાના દિવસો પણ આવી ગઈ, આ વર્ષે ધામધૂમથી નવરાત્રીના ઉત્સવો નથી ઉજવાય તે છતાં પણ ભક્તોએ સાચા મનથી માતાજીની આરાધના અને ભક્તિ ચોક્કસ કરી છે. આ પવિત્ર નવ દિવસો માતાજીની આસ્થા કરવા માટેના ખાસ દિવસો છે. તો આ દિવસો દરમિયાન દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની ભક્તિ અને પૂજા સફળ બને. પરંતુ આપણી પૂજા સફળ બની એ કેવી રીતે જાણી શકાય ? તો આજે અમે તમને એવા કેટલાક સંકેત બતાવીશું જેના દ્વારા તમને ખબર પડી જશે કે તમારી પૂજા સફળ થઇ ગઈ છે.
1. સપનાની અંદર ઘુવડ દેખાવવું:
નવરાત્રીના નવ દિવસ દરમિયાન કોઈપણ દિવસે જો તમારા સપનાની અંદર ઘુવડ દેખાય છે તો તે માતા લક્ષ્મીના તમારા ઘરે આવવાના આગમનનો સંકેત છે. જો તમે ધન-સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું છે તો સમજી લો તે સફળ થવાનું છે.
2. સોળ શણગાર સજેલી મહિલાનું દેખાવવું:
નવરાત્રીની પૂજા દરમિયાન જો તમને કોઈ મહિલા સોળ શણગાર સજેલી દેખાય છે તો સમજી લેજો માતાજીની તમારા ઉપર વિશેષ કૃપા છે. તમારા જીવનમાં આવનારી આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર થવાનો સંકેત છે.
3. સવારમાં શ્રીફળ, હંસ કે કમળનું ફૂલ દેખાવવું:
જો સવારમાં ઉઠીને તમને શ્રીફળ, હંસ કે કમળનું ફૂલ દેખાય છે તો સમજી લેજો કે મા અંબે તમારા ઉપર પ્રસન્ન થઇ ગયા છે. કારણ કે માતાજીની પૂજામાં શ્રીફળ અને કમળનું ફૂલ વિશેષ મહત્વ રાખે છે તો હંસ પણ સરસ્વતી માતાજીનું વાહન છે.
4. ગાયનું દેખાવવું:
સવારમાં ગાયનું દેખાવવું શાસ્ત્રોમાં પણ શુભ માનવામાં આવ્યું છે. એવામાં જો નવરાત્રીના દિવસોમાં તમે ઘરે કે ઓફિસથી નીકળી રહ્યા છો અને તમને સફેદ ગાય દેખાય છે તો તેને ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમારી દરેક મનોકામના પૂર્ણ થવાનો આ સંકેત છે.
5. સવારમાં શેરડી દેખાવવી:
જો સવારમાં ઉઠીને જ તમને શેરડી દેખાય છે તો તમારી પૂજા પૂર્ણ થઇ ગઈ છે. અને માતાજીની કૃપા તમારા ઉપર વરસવાની છે. તેવામાં તમે તમારું કામ નિર્ભયતાથી કરો અને સંપૂર્ણ ઈમાનદારી રાખીને કરશો તો ચોક્કસ સફળ થશે.
6. સાપ અથવા વાંદરાનું દેખાવવું:
જો તમે નવરાત્રીના દિવસોમાં કોઈ યાત્રાએ જઈ રહ્યા છો અને તમને જમણી તરફ સાપ અથવા વાંદરો દેખાય છે અથવા તો સપનાંની અંદર તમને સફેદ અથવા સોનેરી સાપ દેખાય છે તો આ માતાજીનો ખુબ જ શુભ સંકેત છે.