તમારે પણ બનવું છે અબજોપતિ? તો અંબાણી પાસેથી શીખો આ 5 વાતો, ક્યારેય નહીં થાય પૈસાની અછત: સફળતા ક્યારેય બેઠા બેઠા જ નથી મળી જતી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. સફળ થવા માટે મહેનતની જરૂર હોય છે, આપણા વડીલો પણ આપણને સતત મહેનત કરવા માટે જણાવતા હોય છે. ઊંચા હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિઓ જે મહેનત દ્વારા પોતાના લક્ષ સુધી પહોંચી છે તેમને આપણે આદર્શ માનતા હોઈએ છે.

મહેનત સૌ કોઈ કરે છે પરંતુ જો સાચી દિશામાં મહેનત ના કરવામાં આવે તો પણ આપણે લક્ષ સુધી પહોંચી શકતા નથી. આપણા નિશ્ચિત લક્ષ સુધી પહોંચવા માટે આપણી મહેનતની સાથે સાથે સાચી દિશામાં મહેનત કરવી પણ ખુબ જ જરૂરી છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને સૌથી ધનિક એવા મુકેશ અંબાણીએ સફળ થવા માટે કેટલીક ટિપ્સ આપી છે જો તેને અનુસરીને તમે ચાલશો તો સફળ થવામાં તમને કોઈ રોકી નહીં શકે.
ચાલો જાણીએ સફળતા વિશે મુકેશ અંબાણીએ આપેલા 5 સૂત્રો:

સારી ટિમ બનાવો:
કોઈપણ રમત હોય તેમાં એક વ્યક્તિ કરતા ટીમનું સૌથી મોટું યોગદાન હોય છે. જો આખી જ ટિમ સારી હશે તો ધાર્યું પરિણામ મેળવી શકાશે માટે કોઈપણ કામની શરૂઆત પહેલા યોગ્ય ટિમ બનાવો. સારા લોકો સાથે મળી બનાવેલી સારી ટિમ અને પોતાની મહેનત દ્વારા તમે સફળ થઇ શકો છો.
હંમેશા હકારાત્મક રહો:
કોઈપણ કામ કરવા માટે આપણું હકારાત્મક વલણ હોવું પણ ખુબ જ જરૂરી છે. અભ્યાસ હોય, નોકરી હોય, વ્યવસાય હોય કે જીવનનની કોઈપણ બાબત કેમ ના હોય તમારી હકારાત્મક વિચારધારા તમને લક્ષ સુધી જરૂર લઈ જાય છે. કોઈપણ કામ કરતી વખતે તમને નકારત્મક વ્યક્તિઓનો ભેટો થવાનો જ છે છતાં પણ તમારા પોતાની અંદર રહેલો હકારાત્મક અભિગમ તમને હંમેશા ટકાવી રાખશે.
નિસ્ફળતાઓથી ડરો નહીં, તેમાંથી શીખો અને ક્યારેય હાર ના માનો
કરોળિયાનું ઉદાહરણ આપણી સામે જ છે, તે હજારો વખતપડે છે જમીન ઉપર પટકાય છે અને પાછો ઉભો થાય છે પરંતુ પોતાનું જાળું બનાવીને જ રહે છે. તેમ જ જો તમે તમારી નિષ્ફ્ળતાઓથી હારી જશો તો ક્યારેય સફળ નહીં થઈ શકો. મળેલી નિસ્ફળતાઓમાંથી શીખતાં રહો, જે ભૂલ થઇ છે તે બીજીવાર ના થાય તેની કાળજી રાખો, આવતી મુશ્ક્લીઓનો સામનો કરો અને આગળ વધો. સફળ જરૂર થશો.
તમારા લક્ષની ખબર તમને હોવી જોઈએ:
તમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં કોઈ લક્ષ તો નિશ્ચિત હોવું જોઈએ, લક્ષ વિના ક્યારેય તમે સફળતા સુધી નહિ પહોંચી શકો. માટે કોઈપણ કામ કરતા પહેલા તમારું લક્ષ નક્કી કરો અને પછી જ આગળ વધો.
સપના અને વિચારો ઊંચા રાખો:
કોઈપણ કાર્યની શરૂઆત તાત્કાલિક થઇ નથી જતી તેના માટે વિચાર કરવો પડે છે. તેને પૂર્ણ કરવા માટેના સપના પણ જોવા પડે છે. મુકેશ અંબાણીને ધીરુભાઈ અંબાણી પાસેથી જ આ વાત શીખ્યા હતા. તમારા સપના અને વિચારો જેટલા જ ઊંચા હશે એટલા જ તમારા સફળ થવાના ચાન્સ વધારે છે. પરંતુ તમારા સપના અને વિચારો પૂરા કરવા માટે એટલી મહેનત પણ જરૂરી છે. માત્ર ઊંચા વિચારો અને મોટા સપના જોવાથી કોઈ મુકેશ અંબાણી બની નથી શકતું.
તો આ હતા મુકેશ અંબાણી દ્વારા આપવામાં આવેલા સફળતા માટેના 5 મહત્વના સૂત્રો.