જીવનશૈલી હેલ્થ

વધારે પડતાં વજનને કારણે શરમાવું પડતું હતું એટલે છોડવી પડી હતી નોકરી પણ, અંતે ઘટાડયું એકસાથે 30 કિલોથી પણ વધુ વજન…

સંગીતા બિસોઈ જ્યારે પોતાના વધારે પડતાં વજનને કારણે હાંસીને પાત્ર બની ત્યારે તેને નોકરી પણ છોડી દીધી ને ઘરમાં જ ચાર દીવાલ વચ્ચે એકલી રહેવા લાગી હતી. એને મનમાં એવું હતું કે એ જો બહાર નીકળશે તો લોકોની વચ્ચે પાછી હાંસીને પાત્ર બનશે, પછી આખરે તેને વજન ઘટાડવાનો નિર્ણય કરી જ લીધો. એ કોઈ ડોક્ટર પાસે ગઈ. તેનું વજન જોઈને ડોક્ટરે પણ શરૂઆતમાં તેને વજન ઘટાડવા માટેની સલાહ આપી અને થોડી દવાઓ પણ આપી. પરંતુ તેને તેનાથી કોઈ જ ફર્ક પડ્યો નહી. ત્યારે તેને ડોક્ટર પાસે ફરિયાદ પણ કરી.

Image Source

તેના જીવનમાં એવો સમય પણ આવ્યો કે એ મેદસ્વીતાનો શિકાર તો બની જ સાથે સાથે તેને ઘણી બીમારીઓએ પણ ઘેરી લીધી હતી. અને તેને સમજાતું ન હતું કે આ બધા સાથે કઈ રીતે ડીલ કરવી. તેને પોતાનું કરિયર છોડી દીધું. તેને ગર્ભપાત પણ થયો અને એ ડિપ્રેશનમાં પણ જતી રહી હતી.

નોકરી છોડયા પછી તેને ડોકટરો અને ડાયટિશિયનનો સંપર્ક કરવાનો શરુ કર્યો. તેને ડોક્ટરને તેને થતી બધી જ તકલીફો વિશે જણાવ્યું કે આ બધી જ તકલીફોમાંથી બહાર કઈ રીતે આવી શકાશે. ડોકટરે તેને સમસ્યાનું સમાધાન આપવાના બદલે દિલાસો આપ્યો અને કહ્યું કે તેને આ બધી જ તકલીફો સાથે જ જીવવું પડશે. ત્યારે તેને નક્કી કર્યું કે તેને જાતિ જ પોતાની સ્વાસ્થ્યની સમસ્યાઓથી લડવું પડશે.

Image Source

સંગીતા પોતે એમ.બી.એ કરેલી અને હોંશિયાર છોકરી હતી. તેને નાની ઉંમરમાં જ બી.પી., PCOD, ડાયાબિટીસ, થાઇરોઈડ, હાઈ કોલેસ્ટ્રોલ અને ડિપ્રેશન જેવા રોગોનો સામનો કરવો પડ્યો. અને અંતે તેને આ બધા જ રોગોનું મૂળ વધારે વજન જણાયું ને તેને મક્કમપણે નિર્ણય કર્યો કે એ કોઈપણ ડોક્ટરની મદદ લીધા વગર જ જાતે જ ફિટ બનશે અને આ બધા જ રોગોની પીડાથી છુટકારો મેળવશે. પછી તેને ન્યુટ્રીશિનનો અભ્યાસ કરો, આ વિષય પર ઊંડાણમાં જ્ઞાન લીધું અને મારી બધી જ સમસ્યાઓનું સમાધાન લાવ્યું.

તેને સવારના નાસ્તામાં રોટલી અને ઈંડા, પૌવા, ઇડલી સંભાર જેવી વાનગી ખાવાનું શરુ કર્યું. બપોરે જમવામાં તે દાળ, શાક અને એક રોટલી અથવા એક માછલી લેતી. રાત્રે ડિનરમાં તે પુલાવ, ખીચડી અને દહી અથવા બ્રાઉન રાઈસ અને વેજીટેબલ દાળ લેવાનો જ આગ્રહ રાખતી.

Image Source

જ્યારે તેને પોતાનો ડાયેટ પ્લાન શરૂ કર્યો ત્યારે તે સવારે પૂરા 1 કલાક ચાલવા જતી હતી. અને એ જ મહિનામાં તેને 10 કિલો વજન ઘટાડયું. એ પછી તેને જીમ જવાનું શરુ કર્યું અને રોજ એક ક્લાક જીમમાં કસરત કરતી હતી. તેને આ જ રૂટિન ચાલુ રાખ્યું. થોડા જ મહિનામાં પૂરા 33 કિલો વજન ઘટાડી તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો.

વ્યક્તિએ તેના જીવનમાં ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. તે કહે છે કે મે ભૂખ્યા રહીને વજન બિલકુલ નથી ઘટાડયું, પરંતુ મે મારી લાઈફસ્ટાઇલમાં થોડી કસરત અને ચાલવાનું જ ઉમેર્યું છે. જો તમારે ફિટ રહેવું હોય તો રોજ થોડી કસરત કરવી જરૂરી છે.

Image Source

તેમના જણાવ્યા અનુસાર, વજન ઉતારવું એટલે વજન કાંટાના નંબરમાં ઘટાડો કરવું એમ નહિ, પણ એનો અર્થ એ છે કે હેલ્ધી ભોજન લેવું, અને શરીરને સ્વસ્થ રાખવું. વજન તો સાથે સાથે ઘટી જ જાય છે. વજન ઘટાડવાનો સૌથી મોટો ભાગ તો એ જ છે કે તમે પોતાનામાં વિશ્વાસ રાખો કે તમે કરી શકશો પણ એને કરતા સમય લાગશે, રાતોરાત નહિ થઇ જાય.તેનું કહેવું છે કે કોઈએ પણ વજન ઉતારવા માટે ભૂખ્યા રહેવું ન જોઈએ. ભોજન તો કરવું જ જોઈએ તો જ સ્વસ્થ રહી શકાશે, અને દર બે કલાકે થોડું થોડું ખાવું જોઈએ, જે તમારું વજન ઘટાડવા માટે મદદ કરે છે. તમારું શરીર તમારા રસોડામાં બને છે, જીમમાં નહિ.