3 ઓક્ટોબર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. લાંબી મુસાફરી તમને અત્યારે લાભ ના આપે તો તેના કારણે નર્વસ થતા નહિ એ મુસાફરીનો બહુ મોટો ફાયદો તમને ભવિષ્યમાં થવાનો છે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
કામ કરવાની જગ્યાએ તમારા હાથ નીચે કામ કરતા લોકોને ખુશ રાખો તેઓના ખુશ રહેવાથી તમારા કામમાં ખુબ ફાયદો થશે. આજે ખરીદી કરવા જવાનું બની શકે છે. આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. આજે કોઈપણ નાણાકીય નિર્ણય એકલા લેશો નહિ તમારા નિર્ણયમાં તમારા ઉપરી અધિકારી અથવા તો તમારા વડીલોની સલાહ લેવાનું રાખજો. રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેતી રાખવી.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી
4. કર્ક – ડ,હ (Cancer):
લગ્નઈચ્છુક મિત્રો માટે આજનો દિવસ સારો સાબિત થશે જો તમે ઈચ્છો તો આજે કોઈને પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. રવિવારની સાચી મજા આજે પ્રિયપાત્ર સાથે બહાર ફરવા જઈને માણો. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
5. સિંહ – મ,ટ (Lio):
તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે સ્થાયી અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. આજે ધનલાભ થશે, તમારા માથે આજે દેવું ઓછું કરી શકશો. આજે પારિવારિક જીવન સામાન્ય રહેશે. પરિવાર સાથે કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ છે. આજે કોઈ તીર્થસ્થાનની મુલાકાત લઈ શકો છો. વડીલ મિત્રોને આજે જુનો ઘુટણનો દુખાવો હેરાન કરશે. નોકરી કરતા મિત્રોને કામને લીધે મુસાફરી કરવાના યોગ છે. આજે તમારી નામનામાં વધારો થશે. માન અને સન્માન મળશે. વેપારી મિત્રોને અચાનક ધનલાભ થવાના યોગ છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
7. તુલા – ર,ત (Libra):
જો તમે સપ્રમાણ વજન અને સપ્રમાણ જીવન ઈચ્છો છો તો તમારે આજથી જ કસરત કરવાની છે અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું છે યોગ્ય ડાયટ ફોલો કરો. આજે કોઈપણ નિર્ણય તમારા ઉતાવળે અને કોઈપણ ચકાસણી વગર કરવાનો નથી. તમારા પ્રિયજન કે પછી કોઈ નજીકનો સંબંધી ઉધાર માંગે તો એ વ્યક્તિને એ પૈસા શેના માટે જરૂર છે એ ખાસ તપાસજો. ક્યાંક તમારા પૈસા ખોટા રસ્તે ના વપરાતા હોય. આજે દિવસના મધ્ય ભાગ એટલે કે બપોરે માથાનો દુખાવો રહેશે. આજની સાંજ પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો. નોકરી કરતા મિત્રોનું મન આજે વ્યાકુળ રહેશે. તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમને ખબર પડશે કે તમને સાચો પ્રેમ કોણ કરે છે. કોઈની વાતોથી ગેરમાર્ગે દોરતા નહિ અને કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ આગળ વધારતા પહેલા પુરતી તપાસ કરજો. આજે તમને પ્રેમના નામે દગો મળે તેવી શક્યતાઓ છે એટલે તમે સાવચેત રહેજો. કોઈ ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત જ તમને આજે નુકશાન કરશે. આવા સમયમાં થોડો સંયમ રાખો અને સમય અનુકુળ આવે તેની રાહ જુઓ. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી
10. મકર – જ, ખ (Capricorn):
આજે તમારી મુલાકાત તમારા પ્રિયપાત્ર સાથે થશે. તેની સાથે તમે આજે સારો સમય પસાર કરી શકશો. આજે ઘરમાં તમારે કોઈ નાનકડી વાતે વડીલો સાથે મતભેદ થઇ શકે છે. તમારા કામના સ્થળ પર આજે તમારે એકદમ શાંત મન રાખીને કાર્ય કરવાનું છે આજે લોકો પર તમારે ગુસ્સે થવાની જરૂરત નથી તેવું કરવાથી તમારા કાર્યસ્થળ પર તમે લોકોના મન પર છબી ઉભી કરી શકો છો. દિવસના અંતે આજે ખૂબ થાકને કારણે માથાનો અને શરીરનો દુખાવો થઇ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે તમારી તકલીફ શેર કરો તમે હળવાશ અનુભવશો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે તમારા ઉપરી અધિકારી અને તમારા સાથી કર્મચારી તમારાથી નારાજ થઇ શકે છે. કોઈપણ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ પ્રકારનું રોકાણ આજે જોખમી સાબિત થઇ શકે છે. માટે જ્યાં સુધી બધી જ ચકાસણી જેમકે ફાયદાની અને નુકશાનની વાત જોઈ ના લો ત્યાં સુધી કોઈપણ નિર્ણય લેવાનો નથી. પરિવારમાં આજે નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ના કરે તેની તકેદારી તમારે રાખવાની છે. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
નવા ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. તમારું નસીબ આજે તમને સાથ આપશે, તમારી આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. આજે કોઈ ટૂંકી કે લાંબી મુસાફરી કરવાના યોગ છે. આજે ધાર્મિક પ્રવૃત્તિ તરફ મન લાગશે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. આજે ઘરમાં કોઈની બીમારીની પાછળ ખર્ચ થશે. કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ડેવલપર્સનું કામ કરતા મિત્રો તેમના કામમાં સારો દેખાવ કરી શકશે. કોઈપણ નાણાકીય વ્યવહારમાં તકેદારી રાખવી. તમારો ખર્ચ બેજટ બહાર જઈ શકે છે. આજે પૈસાની લેણદેણમાં કોઈ નુકશાન થઇ શકે છે. ધનલાભ માટે સારો દિવસ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here