જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 3 ફેબ્રુઆરી : બુધવારનો દિવસ આ 6 રાશિઓના જીવનમાં લઈને આવશે મોટા પરિવર્તનો, જાણો તમારી રાશિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકોએ આજના દિવસની શરૂઆત શિવજીના મંદિરે માથું ટેકવીને કરવી, જેના   કારણે તમને વિશેષ લાભ થશે. લગ્ન કરવા ઇચ્છતા લોકોને આજે સારા સંબંધો મળી શકે છે. આજે કોઈ વાતને લઈને નિરાશ થવાની જરૂર નથી. પરણિત લોકોના જીવનમાં કોઈ સારા સમાચારથી ઘરનું વાતાવરણ પણ ખુશ બનશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુબ જ વ્યસ્ત રહેવાનો છે. આજે  ધંધામાં પણ તેજી જોવા મળશે, નોકરી કરતા લોકોને કામનો વધારે ભાર મળશે, પરંતુ સાથે તમને પ્રોત્સાહન પણ મળતું દેખાશે. પરણિત લોકોએ આજના દિવસે પોતાના દિલની વાત પોતાના પાર્ટનર સાથે શેર કરવી. પ્રેમી પંખીડાઓ આજે સાથે સમય પસાર કરી શકશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોએ આજે કોઈ પાસેથી પૈસા ઉધાર ના લેવા, નહીં તો તકલીફમાં મુકાઈ શકો છો. આજે તમારા જીવનમાં આર્થિક સંકળામણ હશે, પરંતુ તેનો સામનો તમારે તમારી મહેનતથી કરવાની જરૂર છે. નિરાશ થયા વગર તમારા કામ ઉપર ધ્યાન આપવું. પરણિત લોકોને આજે તેમનું પાર્ટનર કોઈ ભેટ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકોને આજે કામ અર્થે બહાર જવું પડી શકે છે. તમારી યાત્રા દરમિયાન સાવચેતી રાખવાની જરૂર છે. યાત્રા દરમિયાન માલ સમાનનું ધ્યાન રાખવું. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે રોમાન્ટિક નજર આવશે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો આજના દિવસે મનમાં ચાલી રહેલી કોઈ મૂંઝવણને કોઈ જાણકાર સાથે શેર કરી શકે છે. જેનાથી તમને ઉકેલ પણ મળશે અને જીવનનો નવો રસ્તો પણ દેખાશે. આજે તમે ઈચ્છો તો તમારા પાર્ટનર સાથે બહાર જઈ શકો છો, જેનાથી મનમાં ખુશી રહેશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધમાં એક ડગલું આગલો વધતા નજર આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકોએ આજે રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. આજે કોઈ એવા કામ ના કરવા જે જોખમ વાળા હોય. નોકરી બદલવાનો વિચાર કરતા લોકોએ થોડી રાહ જોઈ લેવામાં જ ભલાઈ છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર તરફથી મળતા પ્રેમને નજીકથી અનુભવી શકશે. પ્રેમી પંખીડાઓ માટે દિવસ સારો રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકોનો આજનો દિવસ ખુશીમાં પસાર થશે. આજે તમે કંઈક એવું કરશો જેના કારણે તમારા પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળશે. આજે નોકરી ધંધામાં પણ પ્રગતિનો યોગ બની રહ્યો છે. પરણિત લોકો આજે પોતાના પ્રેમને પોતાના પાર્ટનર સાથે અભિવ્યક્ત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશની પળો વિતાવશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોને આજે પોતાના પરિવાર તરફથી એક મોટી ખુશી મળવાની છે. આજે તમે તમારી ધારણા કરતા ધંધામાં વધારે આવક થતી જોવા મળશે. નોકરી કરતા લોકોના પગારમાં આજે વધારો થઇ શકે છે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના સંબંધને લઈને ઘરમાં વાત કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. આજે અકસ્માતનો યોગ બની રહ્યો છે. કાર્યસ્થળ ઉપર આજે કંઈક નવું બનતું જોવા મળશે. જે લોકો નવું ઘર લેવા ઈચ્છે છે તેમના માટે આજનો દિવસ સારો છે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ નવી ખુશી આવશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોએ આજે કોઈ કામને લઈને ચિંતિત નજર આવશે. આજે વ્યવસાયમાં મંદીનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં આજે તમારા બોસ તમને વધારે કામ પણ આપી શકે છે. પરણિત લોકો આજે સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને ચિંતિત જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને આજના દિવસે કામ ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારું કામ જ તમને સફળ બનાવશે. નોકરીમાં પણ તમારા કામથી તમે તમારા બોસનું દિલ જીતી શકો છો. પરણિત લોકોના જીવનમાં સાસરી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓને આજે કોઈ વાતને લઈને મનદુઃખ થશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આજે રોકાણ કરવા માટેનો સારો દિવસ છે. શેર-બજાર સાથે જોડાયેલા લોકોને લાભ થઇ શકે છે. આજે કોઈ નવા ધંધાની પણ શરૂઆત કરી શકો છો. પરણિત લોકો આજે સાંજના સમયે પોતાના પાર્ટનર સાથે બહાર જઈ શકે છે. પ્રેમી પંખીડાઓને પણ મળવા માટે આજનો દિવસ ઉત્તમ છે.