જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર, આ સપ્તાહમાં 6 રાશિના જીવનમાં થવાના છે મોટા બદલાવ, 3 રાશિના જાતકોને મળશે પુષ્કળ ધન

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોનું આ સપ્તાહમાં સ્વાસ્થ્ય સંપૂર્ણ પણે સારું રહેશે. આકસ્મિક નફો અને સટ્ટાબાજી થકી આર્થિક હાલાતમાં સુધારો થશે. આ પરિવારમાં દબદબો બનાવી રાખવાની પોતાની આદતોને છોડવાનો તમારો સમય છે. જિંદગીના ઉતાર ચઢાવમાં ખભાથી ખભો મીલાવીને સાથ આપવો. તમારું બદલાયેલું વર્તન એમના માટે ખુશીઓનું કારણ બની શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો આ સપ્તાહમાં બીજાની આલોચનામાં સમય ખરાબ ન કરો કારણ કે આની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. ખર્ચામાં વધારો થશે પરંતુ સાથે આવકમાં વધારો થતાં જ બધુ સમતુલીત થશે. જ્યારે રોકાણ કરવાનો પ્રશ્ન તમારી સામે આવે તો સ્વતંત્ર બનો અને તમારા નિર્ણયો જાતે જ લો. આખી દુનિયાની મદહોશી એ ખુશનસીબો વચ્ચે સમેટાઈ જાય છે જે પ્રેમમાં હોય.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સાચવીની ચાલવું પડશે. વિરોધીઓ આ આઠવાડિયે તમારા માટે કોઈ મુશ્કેલી ઉભી કરી શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા હોય તો સમજી વિચારીને આ નિર્ણય લો. કારણ કે આ અઠવાડિયે નવી નોકરીના કોઈ યોગ નથી. જમીન સંબંધિત કામમાં લાભ મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને પરિવારજનો સાથે વિવાદ થઇ શકે છે. આ દરમિયાન માતા-પિતાની જરૂરિયાત પર ધ્યાન આપો. તેમની આપેલી સલાહ જીવનમાં ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ પાર્ટનરની ભાવનાઓને નજર અંદાજ ના કરો.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન સાંજના સમયે તમારા જીવનસાથી સાથે ક્યાંય ફિલ્મ, થિએટર અથવા રેસ્ટોરન્ટમાં વિતાવવો તમને સુકૂન આપશે. તમારું મન તરોતાજા રહેશે. આર્થિક રીતે ઉપર સુધારો નક્કી છે. કોઈ જુનો દોસ્ત સાંજના સમયે ફોન કર જૂની યાદો તાજા કરી શકે છે. કારણ કે તમે કોઈ ખાસના સાથની કમી મહેસૂસ કરી રહ્યા છે. જ્યારે તમને તમારી સલાહ પૂછવામાં આવે તો સંકોચ ન કરે કારણે આના માટે તમારા ઘણા વખાણ થશે. તમારા જીવનસાથી તમારાથી દૂરી બનાવાની કોશિશ કરી શકે છે. તકલીફ મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે સફળતા મળવાના યોગ બની રહ્યા છે. નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે. આ અઠવાડિયે અચાનક જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. વિદેશ સાથે જોડાયેલા વેપારીઓને ધંધામાં સારો લાભ થશે. અઠવાડિયાના અંતમાં તમને શાંતિનો અનુભવ થશે. તમારી પાસે બચેલો સમય તમારા પરિવારજનો પાસે વિતાવો, તેમને પણ ઘણા સમયથી તમારી જરૂરિયાત છે. થઇ શકે તો અઠવાડિયાના અંતમાં બહાર જવાનું આયોજન કરો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આ અઠવાડિયે જો તમે કેટલાક સમયથી ઝુંઝલાહટ મહેસૂસ કરો છો તો તમારે યાદ રાખવું જોઈએ કે યોગ્ય કર્મ અને વિચાર આજે તમને બહુપ્રતીક્ષિત રાહત લઈને આવશે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂરત કરતા વધારે ખર્ચા ન કરો. આજના દિવસે તમને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. યથાર્થવાદી વલણ અપનાવો અને જે તમારી તરફ મદદનો હાથ વધારે તેની પાસે કોઈ ચમત્કારી આશા ન રાખો.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશીના જાતકો માટે આ અઠવાડિયે ક્ષણિક ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. સાંજનો સમય દોસ્તો સાથે વિતાવવો રસપ્રદ રહેશે સાથે જ રજાઓ સાથે વિતાવવાની યોજનાઓ ઉપર પણ ચર્ચા થશે. સહકર્મીઓનીઆશા પ્રમાણે સહયોગ નહીં મળે. પરંતુ ધિરજથી કામ લેવું.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આ અઠવાડીયે ભાવનાત્મક રીતે તમે આ વાતને લઈને અનિશ્ચિત અને બેચેન રહેશો કે તમે શું ઈચ્છો છો. આર્થિક તંગીથી બચવા માટે નક્કી કરેલા બજેટને પકડી રહો. કેટલાક દિવસોથી તમારા વ્યક્તિગત જીવનનું કેન્દ્ર રહેશે. પરંતુ આ સપ્તાહમાં તમે સામાજિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપશો. જરૂરતમંદોની મદદ કરવાની કોશિશ કરશો. તમારે તમારી પ્રિય સાથે સમય વિતાવવાની જરૂર છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોનું આ અઠવાડિયે કોઈપણ કિંમત પર ગુસ્સો ન કરો પોતાના ઉપર કાબુ રાખો. નહીં તો પરિવારમાં ક્યારેય દૂર નહીં થાય એવી તિરાડ પડી શકે છે. જો તમે કોશિશ કરશો તો તમે શાંતિ અને તાલમેલ બનાવવામાં કામિયાબ રહેશો. આજે તમે બીજાની વાત માનીને રોકાણ કરશો તો આર્થિક નુકસાન લગભગ નક્કી છે. સપ્તાહનું અંત તમારા માટે ખુબ જ સારું રહેશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું તમારે વહેલી તકે પોતાના જજ્બાતો ઉપર કાબૂ કરવા અને ડરથી આઝાદી મેળવવાની જરૂર છે. કારણ કે આ તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પાડી શકે છે. સારા સ્વાસ્થ્યની મજા લેવા માટે તમાને વંચિત કરી શકે છે. આકસ્મિત નફો કે સટ્ટાબાજીથી આર્થિક હાલાત સુદ્રઢ થશે. જે લોકો તમારા નજીક છે. તેઓ તમારો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે કોઈ મિત્ર તમારી સહનશક્તિ અને સમજની પરીક્ષા લઈ શકે છે. પોતાના મૂલ્યોને દરકિનાર કરવાથી બચો અને દરેક નિર્ણય તાર્કિક રીતે લો. ઉતાવળમાં રોકાણ ન કરો. જો તમે દરેક પ્રકારે પરખશો નહીં તો નુકસાન થઈ શકે છે. બાળકો સાથે અસહમતિના પગલે વાદ-વિવાદ થઈ શકે છે. જે ઝુંઝલાહટ ભર્યું સાબિત થશે. રોમાન્સ તમારા દિલો દિમાગ ઉપર છવાયેલો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકએ આ અઠવાડિયે તળેલી વસ્તુઓ ખાવાથી બચો અને રોજ કસરત કરો. શંકાસ્પદ આર્થિક લેન-દેનમાં ફસાવાથી સાવધાન રહો. સમય ઉપર તમારી મદદ કોઈની જિંદગી બચાવી શકે છે. આ વાત તમારા પરિવારજનો તમારા ઉપર ગર્વ કરવાનું કારણ બનશે. તમારો રુમાની સંબંધ આજે થોડો મુશ્કેલીમાં પડી શકે છે. જે ઓળખ અને પુરસ્કારની આશા તમે રાખી રહ્યા છો તે વાત સ્થગિત થઈ શકે છે.