જ્યોતિષ શાસ્ત્ર

વર્ષ 2020 પ્રમાણે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા આ 20 સંકલ્પો તમારું જીવન બદલી શકે છે, ક્લિક કરી અને જાણો આ સંકલ્પો વિશે

થોડા જ દિવસમાં નવું વર્ષ આવી રહ્યું છે જેને લઈને ઘણા જ લોકો ઉત્સાહિત પણ છે, આ નવા વર્ષમાં ઘણા લોકો પોતાની જાતે કેટલાક સંકલ્પો પાળવાનો પણ વિચાર કરશે, ઘણા લોકો નવા વર્ષે કંઈક નવું કરવાનું પણ વિચારતા હોય છે ત્યારે અમે તમારા માટે જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર 20 સંકલ્પો લઈને આવ્યા છીએ જેને તમારા જીવનમાં આપનાવશો તો ખરેખર તમારું જીવન બદલાઈ શકે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થઇ શકે છે. ચાલો જાણીએ એ 20 સંકલ્પો વિશે.

Image Source
 1. બ્રમ્હ મુહૂર્તમાં ઉઠવું:
  ઘણા લોકોને સવારે મોડા ઉઠવાની આદત હોય છે, પરંતુ આ વર્ષ 2020માં તમે સવારે બ્રમ્હ મુહૂર્તમાં ઉઠવાનો સંકલ્પ ધારણ કરી લો તો તમારા જીવનમાં ખુબ જ ફાયદો થશે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ બ્રમ્હ મુહૂર્તમાં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યોદય પહેલા એટલે કે સવારે 3થી 6નો સમય બ્રમ્હ મુહૂર્ત કહેવામાં આવે છે. આ સમય ચિંતન, મનન અને અધ્યયન માટે સૌથી શ્રેષ્ઠ છે.

  Image Source
 2. ભગવાનની પૂજા:
  સવારે વહેલા ઉઠી સ્નાન અને બીજા દૈનિક કાર્યો કાર્ય બાદ ઈશ્વરની પૂજા અર્ચના પણ કરવાનો પણ સંકલ્પ લેવો જોઈએ. ભગવાનની પૂજા સાથે તેમનું સ્મરણ અને મંત્રોચાર પણ કરવો યોગ્ય માનવામાં આવે છે.

  Image Source
 3. સૂર્ય દેવને જળાભિષેક:
  ભગવાનની પૂજા કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણ દેવને જલાભિષેક કરવો જોઈએ, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય દેવ માન સન્માન અને યશ મેળવી આપનાર દેવ માનવામાં આવે છે.

  Image Source
 4. પૂજા ઘરમાં જળપાત્ર:
  જો આ નવા વર્ષે તમે પણ તમારા ઘરની અંદર સમૃદ્ધિ લાવવા માંગો છો તો રોજ સવારે તમારા ઘરના પૂજા ઘરની અંદર એક જળ ભરેલો કળશ રાખવાનો નિયમ લઈ લો. રોજ સવારે આ પાત્રમાં નવું જળ ઉમેરી દેવું જેના કારણે ઘરની અંદર પણ સુખ સમૃદ્ધિ બની રહેશે.

  Image Source
 5. પોતાની ભૂલોની ક્ષમા માંગો:
  દિવસ દરમિયાન જાણે અજાણે આપણાથી ઘણી ભૂલો થઇ જતી હોય છે તો આ નવા વર્ષે દિવસ દરમિયાન થયેલો ભૂલોની ક્ષમા યાચના ભગવાનના મંદિરે બેસીની માંગવાનો સંકલ્પ લેવો જોઈએ.

  Image Source
 6. દીવાને ફૂંકના મારવી:
  ઘણા લોકોના ઘરમાં સાંજે દીવો કરવામાં આવે છે આ દીવો લાંબા સમય શુદ્ધિ ચાલતો હોવાના કારણે ઘણા લોકોને આદત હોય છે કે તેને ફૂંક મારીને બુઝાવી નાખે છે, પરંતુ આમ કરવાથી તમારું ઘણું જ મોટું નુકશાન થઇ શકે છે માટે વર્ષ 2020માં દીવાને ફૂંક મારીને ના બુઝાવવાનો નિયમ જરૂર લેજો.

  Image Source
 7. મંદિરને પડદો રાખવો:
  દરેક ઘરમાં નાનું એવું મંદિર આપણે રાખીએ છીએ ત્યારે મંદિરને પડદો પણ ઘણા લોકો રાખતા હોય છે પરંતુ એ યોગ્ય સમયે બંધ કરવામાં નથી આવતો આવનાર નવા વર્ષે પૂજા કાર્ય બાદ ભગવાનને પડદો કરી લેવાનો પણ સંકલ્પ ધારણ કરવો જોઈએ.

  Image Source
 8. પહેલી રોટલી ગાયની:
  પૂર્વજોના સમયથી કહેવામાં આવે છે કે પહેલી રોટલી ગાયની છતાં આપણે તેને કોઈ સંકલ્પના રૂપમાં નથી લેતા પરંતુ આ નવા વર્ષે પહેલી રોટલી ગાયને પણ ખવડાવવાનો સંકલ્પ લઇ લેજો.

  Image Source
 9. મુખ્ય દ્વાર પર સાથિયો:
  રોજ સવારે ઉઠીને તૈયાર થઇ ગયા બાદ સ્વચ્છ કપડાં પહેરી ઘરના મુખ્ય દ્વારા ઉપર સાથિયો (સ્વસ્તિક) અવશ્ય બનાવવો. જો ઘરની સ્ત્રી દ્વારા આ કાર્ય કરવાનો સંકલ્પ લેવામાં આવે તો ઘરની અંદર વધુ વૃદ્ધિ થઇ શકે છે.

  Image Source
 10. ઘરે આવનારને ખાલી હાથે ના મોકલવા:
  આપણા હિન્દૂ ધર્મમાં દાન પુણ્યમાં ખુબ જ માનવામાં આવે છે ત્યારે આ નવા વર્ષે પણ ઘરના દ્વારે આવેલ કોઈપણ ભૂખ્યું માણસ કે સાધુ સંતને ખાલી હાથે પાછા ના ફરવા દેવાનો સંકલ્પ પણ ધારણ કરવો.

  Image Source
 11. પશુ-પક્ષીઓને પણ આપો દાન:
  ઘરની બહાર તમે જયારે નીકળો ત્યારે પશુ પક્ષીઓ અને અબોલ પ્રાણીઓને કઈંક ખાવાનું આપવાનો સંકલ્પ પણ ધારણ કરો જેના કારણે તમારા જીવનમાં પણ વૃદ્ધિ આવશે.

  Image Source
 12. ઘરમાં જાળાં ના થવા દેવા:
  ઘણા ઘરમાં આપે જોઈએ છીએ કે કરોળિયાના જાળાં લાગી જાય છે તો આ નવા વર્ષે એક સંકલ્પ લઈએ કે ઘરની અંદર કોઈ ખૂણામાં પણ કરોળિયાના જાળાં ના બને તેનું પણ ધ્યાન રાખીએ.

  Image Source
 13. સાંજે ના સૂવું:
  ઘણા લોકોને સાંજે સુઈ જવાની આદત હોય છે, પરંતુ સાંજે સૂવું એ તમારા ભાગ્ય માટે નુકશાન કારક છે એવું જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલું છે. તો આ નવા વર્ષમાં સાંજે નહિ સુવાનો પણ એક સંકલ્પ ધારણ કરવો જોઈએ.

  Image Source
 14. પથારીમાં ખાવું નહિ:
  આળસ ઘણીવાર એટલી હદ સુધી વધુ જાય છે કે ઘણા લોકો પોતાની પથારીમાં કે બેડ ઉપર બેઠા બેઠા જ ખાવાનું પણ પસંદ કરતા હોય છે જે ઘણી જ ખરાબ બાબત ગણવામાં આવે છે. આ નવા વર્ષે તમે પથારીમાં ના ખાવાનો પણ સંકલ્પ ધારણ જરૂર કરજો.

  Image Source
 15. નવા વર્ષના પહેલા દિવસે જ લો આ સંકલ્પ:
  નવા વર્ષના પહેલા જ દિવસે જ કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિને મદદ કરવાનો સંકલ્પ લઇ લેજો. જેના દ્વારા બીજા લોકોને પણ મદદ મળી રહેશે સાથે સાથે તમારા જીવનમાં વર્ષના પહેલા જ દિવસે કોઈને મદદ કરવાની એક અલગ જ ખુશી પણ દેખાઈ આવશે.

  Image Source
 16. લગાવો એક વૃક્ષનો છોડ:
  આ નવા વર્ષે કોઈપણ એક વૃક્ષનો છોડ રોપવાનો પણ સંકલ્પ લેવો. છોડ રોપ્યા બાદ તેનું જતન પણ આખું વર્ષ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

  Image Source
 17. કોઈ એક મંત્રનો કરો જાપ:
  આ નવા વર્ષે કોઈપણ એક મંત્રને આખું વર્ષ જાપ કરવાનો પણ સંકલ્પ લેવો ઘણો જ ફાયદાકારક નિવળશે.

  Image Source
 18. સાવરણી ઉભી ના રાખવી:
  ઘરની અંદર ક્યારેય સાવરણીને ઊભી ના રાખવી જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેના દ્વારા પણ ઘણા જ નુકશાન થઇ શકે છે.

  Image Source
 19. બુટ ચપ્પલને અસ્ત વ્યસ્ત ના રાખો:
  ઘરની અંદર કે ઓફિસની બહાર ક્યારેય તમારા બુટ ચપ્પલને અસ્ત વ્યસ્તના મુકવાનો પણ સંકલ્પ લેવો જોઈએ. આ સંકલ્પથી તમારા જીવનમાં આર્થિક વૃદ્ધિ થઇ શકે છે.

  Image Source
 20. સ્ત્રીઓ અને વડીલોનું અપમાન ના કરવું:
  વર્ષ 2020માં આ સંકલ્પ ખાસ લેવો જોઈએ. ભૂલથી પણ ક્યારે વડીલો અથવ આપણાથી મોટી ઉંમરની વ્યક્તિ કે કોઈપણ સ્ત્રીનું ક્યારેય આપમાન ના કરવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.