આજે દેશમાં ‘બેટી બચાવો, બેટી ભણાવો’ ના નારાઓ લાગી રહ્યા છે. પરંતુ હજુ અમુક રાજ્યય્માં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ આપવામાં આવતું નથી. ત્યારે ઉત્તરપ્રદેશની એક વિધાર્થિનીએ એક નવી જ શોધ કરી છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથના હોમટાઉન ગોરખપુરમાં દીનદયાલ ઉપાધ્યાય સ્કૂલમેઈ એક વિધાર્થિનીએ દુનિયાના સૌથી ચમકીલો પદાર્થ બનાવી સિદ્ધિ હાંસિલ કરી છે. આ પદાર્થને આઈટીટી ચેન્નાઇ અને જાપાન અને ક્યૂશૂ ઇન્સ્ટિટ્યૂટમાં થયેલા પરીક્ષણમાં પણ ખરું સાબિત થયું છે. આ સંશોધન એટલે મહત્વપૂર્ણ છે કે, 2 વોટની એલઇડીમાં 20 વોટ સુધીની વીજળી મળી શકે છે.

ગોરખપુરની ઈફ્ફત અમીન દીનદયાળ ઉપાધ્યાય વિશ્વ્ વિધાલયમાં કેમેસ્ટ્રીની વિધાર્થીની છે. ઇફ્ફ્તે આ શોધ 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.આ ચમકીલા પદાર્થની ક્ષમતા 91.9 ટકા છે. અત્યાર સુધી બનેલા ચામીકલ પદાર્થની ક્ષમતા 80 ટકા સુધીની હતી. ઈફ્ફત અમીનના પ્રોફેસર ઉમેશનાથ ત્રિપાઠીને ખબર ત્યારે પડી જયારે ચમકીલા પદાર્થને આઈઆઈટી મદ્રાસ અને ચેન્નાઇ અને જાપાનમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગોરખપુરની ઈફ્ફતે બતાવ્યું હતું કે, આ ચમકીલા પદાર્થમાં લૈથેનાઈડ સીરિયમ જેવા મિશ્રણથી 48 કોમ્લેક્સ બનાવ્યું હતું. તેના અલગ-અલગ લ્યુમિનિસેંસની ચમકની ક્ષમતાની પણ તપાસ કરવામાં આવી હતી. શરૂઆતના 2 વર્ષ દુર્લભ તત્વ ને ગોતવામાં અને તેના અનુપ્રયોગમાં લાગ્યા હતા.

જણાવી દઈએ કે, ઈફ્ફતના ચાર શોધ પત્ર આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.જેમાં ઇંગ્લેન્ડ સ્થિત રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી, ઘણા દેશમાં પ્રકાશિત થવા વાળું,એલવાઇઝર ટર્નલ ટેલર એન્ડ ફ્રાન્સિસમાં શામેલ કરવામાં આવ્યું છે.આ સંશોધન માટે તેને ગુરુ ગોરક્ષનાથ શોધ મેડલ પણ મળ્યો છે.
આ શોધથી ભવિષ્યમાં કોમ્પ્લેક્ષના ઉપયોગથી એલઇડીની એડવાન્સ વર્જન પણ બનાવી શકશે. જે ફક્ત 2 વોલ્ટમાં વધારે પ્રકાશ આવશે. આ ઉપયોગથી રડારમાં ઉર્જાની ખપત ઓછી અને ઇમેજિંગ ટેક્નિક ઉત્કૃષ્ટ હશે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એના ટ્વીટર એકાઉનથી ઈફ્ફતને વધામણી આપતા કહ્યું હતું કે,’બહુજ વધામણી, તે ગોરખપુર અને ઉત્તરપ્રદેશનું નામ રોશન કર્યું છે સાથે સાથે દેશના યુવાનને અનુકરણ માટે પ્રોત્સાહન આપ્યું છે.ટ્રે જેવા યુવાન જ એમ નવું અને સશક્ત ભારતનું નિર્માણ કરી શકે છે.ઉત્તરપ્રદેશની જનતા અને સરકાર તારી સાથે જ છે.તારા સારા ભવિષ્ય માટે શુભકામના.’
बहुत बधाई इफ्फत अमीन।
आपने गोरखपुर और उ.प्र. का नाम रोशन करने के साथ ही देश और प्रदेश के युवाओं के लिये एक अनुकरणीय प्रतिमान स्थापित किया है।
आप जैसे युवा ही एक नए और सशक्त भारत का निर्माण कर रहे हैं।
उ.प्र. की जनता और सरकार आपके साथ है।
आपको सुनहरे भविष्य के लिए शुभकामनाएं। pic.twitter.com/fqsM0rSr8L— Yogi Adityanath (@myogiadityanath) June 29, 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks