24 વર્ષના યુવકે 17 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટા પર મીઠી મીઠી વાતો કરીને ફસાવી, સંબંધો બાંધ્યા

માં-બાપ કેમ બાળકોને કંટ્રોલમાં નથી રાખતા? 17 વર્ષની સગીરાએ 24 વર્ષના યુવક સાથે માણ્યું સુખ, છેલ્લે પેટમાં…..

આજના સમયમાં દેશના ઘણા વિસ્તારોમાંથી હત્યા, પ્રેમ-પ્રકરણની જાળમાં ફસાવીને બળાત્કાર વગેરે જેવા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે. એવામાં મહારાષ્ટ્રના પુણેમાંથી એક સનસની ભરેલો મામલો સામે આવ્યો છે. જ્યા એક સગીર છોકરી પર દુષ્કર્મ આદરીને તેને ગર્ભવતી બનાવવામાં આવી હતી અને પોલીસે 24 વર્ષના યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

 

પોલીસે જણાવ્યું કે છોકરી અને યુવકની મિત્રતા ઇન્સ્ટાગ્રામ દ્વારા થઇ હતી, ફોન અને મેસેજ પર વાત કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો અને છોકરી અવાર નવાર તેને બહાર મળવા માટે પણ જતી હતી અને આ દરમિયાન બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા અને છોકરી ગર્ભવતી થઇ ગઈ હતી. એવામાં સગીર છોકરીએ પોલીસમાં ફરિયાદ કરી છે. જ્યારે પીડિતાની માં એ જણાવ્યું કે આરોપી આગળના 7 મહિનાઓથી તેનું શારીરક શોષણ કરતો હતો, તેણે એક હોટેલ અને ઘરમાં પણ ઘણીવાર પીડિતા સાથે બળાત્કાર કર્યો હતો, જેને લીધે પીડિતા ગર્ભવતી થઇ ગઈ.

પોલીસ અધિકરીએ જણાવ્યું કે પીડિતાની માંની ફરિયાદ પર આરોપી વિરુદ્ધ મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ આકાશ જણાવવામાં આવ્યું છે અને તે ફોટોગ્રાફરના રૂપે કામ કરે છે અને હાલ પોલીસ આગળની તપાસ કરી રહી છે. આ પહેલા પણ પુણેમાંથી આવી જ એક ઘટના સામે આવી હતી.જ્યાની એક સરકારી હોસ્પિટલથી 17 વર્ષની છોકરીના ગર્ભવતી હોવાનો કેસ દાખલ થયો હતો.

સરકારી હોસ્પિટલથી સૂચના મળી હતી કે છોકરી 3 મહિનાથી પ્રેગ્નેન્ટ છે. જેના બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી. હોસ્પિટલના કર્મીઓએ જણાવ્યું કે 17 વર્ષની યુવતીની સારવાર કરી રહ્યા છે અને તે ત્રણ મહિનાથી પ્રેગ્નેન્ટ છે. એવામાં પોલીસે છોકરીના 19 વર્ષના પતિ અને પિતાના વિરુદ્ધ મામલો દાખલ કર્યો અને સાથે જ એન્ટી ચાઈલ્ડ મેરેજ એક્ટનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં આઇપીસીની ધારા 376 અને બાલ વિવાહ નિષેધ અધિનિયમન લાગુ કર્યો છે. અધિકારીઓએ એવું પણ કહ્યું કે જો તેઓને પોતાના ક્ષેત્રમાં કોઈપણ બાલ-વિવાહની જાણકારી મળે તો તેઓ તરત જ પોલીસને સંપર્ક કરે.

Krishna Patel